17 વર્ષે એ સમય આવ્યો છે કે અમે બધા સહપાઠી મિત્રો ફરી એકવાર ગોધરામાં

17 વર્ષે એ સમય આવ્યો છે કે અમે બધા સહપાઠી મિત્રો ફરી એકવાર ગોધરામાં  






















એક બાજુ ઇ.સ. ૨૦૦૧ ના વર્ષનાં જાન્યુઆરી મહિનામાં ભયાવહ ભૂકંપ આવ્યો હતો, ને બીજી બાજુ અમારા હોમિયોપેથીક કોલેજમાં એડમીશનની પ્રક્રિયા ચાલી રહી હતી. થોડા અંતરાલ પછી જ્યારે એડમીશનની પ્રક્રિયા પૂર્ણ થતાં , ગુજરાતના ચારેય ખૂણે થી ૧૦૦ વિદ્યાર્થીઓએ ગોધરાની શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એ ૧૦૦ વિદ્યાર્થીઓમાં હું અમરેલી જિલ્લામાં આવેલા ગીરના જંગલ પાસેના નાનકડા ગામ ધારીથી આવ્યો હતો. ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, રાજસ્થાન બોર્ડર તેમજ ગુજરાત ના તમામ ખૂણેથી છોકરાઓ ડોક્ટર બનવાનું સપનું લઈને ગોધરામાં પોતાના કદમ્બ મૂક્યા.

બધા વિદ્યાર્થીઓ માટે તદન નવી જગ્યા અને નવું વાતાવરણ હતું. કોઈ પણ એક બીજાને ઓળખતા ના હતા. કોલેજના શરુઆતના દિવસોમાં બધા સ્ટુડન્ટ્સ એક બીજાથી અપરિચિત હતા એટલે મિક્સ થતા સમય લાગે એમ હતો...
ગોધરાનું અજાણ્યું વાતાવરણ એમાં પણ મેડિકલનો અતિ ભારે અને અઘરો અભ્યાસક્રમ દરેક વિદ્યાર્થીને ત્યાંના વાતાવરણમાં અનુકૂલન સાધવામાં બાધા રૂપ બનતો હતો. એ સિવાય વાવડી નામના ગામ કે, જ્યાં અમારી કોલેજ આવેલી હતી, એ ગામ માં રેહવા જમવાનો પ્રશ્ન તો યથાવત જ હતો. ક્યારેક રેસ્ટોરન્ટ માં પંજાબી કે ચાઇનીઝ ખાવા ની ઈચ્છા થાય તો લગભગ ત્રણ ચાર કિમી અંતર કાપીને ગોધરાના બસ સ્ટેન્ડ સુધી જવું પડતું હતું. એ સમયે રિક્ષા ભાડાના રૂપિયા વધારે લાગતા એટલે અમે ઘણી વાર પગપાળા આ અંતર કાપીને જમવા જતા. મુવી જોવાની ઈચ્છા થાય તો કોલેજ નજીક જ એક મુનલાઈટ નામ નું ટોકિઝ હતું ત્યાં અમે દર શુક્રવારે નવું પિકચર રિલીઝ થતું એટલે એ પિકચર જોવા જોતા એટલે અમારું થોડું ઘણું મનોરંજન થઈ જતું. કોલેજ નજીક જ જીવાદોરી સમાન એક નાનકડી અંબિકા નામની રેસ્ટોરન્ટ હતી કે જ્યાં અમે બિસ્કીટ ,સમોસા અને ચા નો નાસ્તો કરતા. તેમજ ત્યા નજીકમાં એક STD PCO હતું, જ્યારે ઘરની યાદ આવતી ત્યારે દર શનિ રવિ માં ઘરે કોલ કરતા. ધીમે ધીમે ત્યાંના વાતાવરણ માં અમે બધા એક પછી એક સેટ થવા લાગ્યા. ચાલશે, ફાવશે અને ગમશે આ ત્રણ સૂત્રોને અમે જીવનમાં ઉતારીને ગોધરાના વાતાવરણને અમે સહર્ષ ભાવે સ્વીકારીને એડજેસ્ટ થવા લાગ્યા. કોલેજમાં જે મિત્રોના સ્વભાવ, વર્તન અને શોખ એક બીજાથી મળતા આવતા હતા એવા મિત્રોએ પોતાના રૂમ પાર્ટનર શોધી અને હોસ્ટેલ માંથી નીકળીને પોતાની રેહવાની અલગ અલગ વ્યવસ્થા કરી લીધી જેથી કરીને પોતાના ખાસ મિત્રો સાથે રેહવાની મજા આવે. સમય જતાં બધા કલાસમેટ એક બીજાથી પરિચિત થતા દરેક સહપાઠી હવે મિત્રો બનવા લાગ્યા કે, જેમની દોસ્તી એક સમય બાદ અતિ પ્રગાઢ બનવાની હતી અથવા એવા મિત્ર બનવાના હતા કે એ દોસ્ત વિના પળવાર પણ ના ચાલે.! પણ એ સમય આવવાને હજુ વાર હતી. ના જાણ્યું જાનકી નાથે કે ભવિષ્ય માં શું થવાનું છે..!
કોણ ડીગ્રી પૂરી કરી ને શું કરવાનું છે
❓
અને ક્યો મિત્ર ક્યાં જશે ને શું કરશે..
❓
કોણ વિદેશ જઈ ને સ્થાયી થશે
❓
કોણ કોલેજ માં પ્રોફેસર બનશે
❓
કોણ પોતાની હોસ્પિટલ બનાવશે
❓
કોણ કોણ પોતાના ક્લિનિક ખોલશે
❓
કોણ મલ્ટીનેશનલ કંપનીમાં GM બનશે
❓
કોણ PHC માં સરકારી નોકરી કરશે
❓
અને કોણ રાજકારણ માં આગળ વધશે
❓
કોણ પોતાની હોમિયોપેથીક દવા ની કંપની ખોલશે
❓
કોણ પોતાની કંપની ખોલશે અને અન્ય
ને પણ નોકરી આપશે
❓
તેમજ ક્યો મિત્ર પ્યોર હોમિયોપેથીક
પ્રેક્ટિસ કરી નામના મેળવશે
❓
કોલેજ માં ભણતા ત્યારે કોઈ ને કશી ખબર નહોતી કે કોણ શું કરશે
❓
કોલેજ પત્યા પછી શું કરીશું... ?
અમારું બધા નું શું થશે ...?
નોકરી કરીશું કે દવાખાનું ખોલિશું..?
એવા અજાણ્યા ડર સાથે તેમજ અમારા સોનેરી ભવિષ્યથી અજાણ અમે સૌ પોતાની મસ્તીમાં અમારા એક પછી એક વર્ષ પૂર્ણ કરતા હતા. કોલેજ ના દરેક વર્ષની અને દરેક વિદ્યાર્થીની એક અલગ કહાની હતી. દરેક કિસ્સાની ચર્ચા કરીએ તો એનો અંત જ આવે એમ નથી એ બધા કિસ્સાઓ અને સોનેરી યાદો અમારા બધા મિત્રોના હૃદયના એક ખૂણા માં દફનાયેલી છે, એ જૂના કોલેજ મિત્રો ફરી અનાયાસે મળતાની સાથે જ આ હ્રદયમાં રહેલા લાગણીઓના દરિયામાં ભરતી આવતા આ બધા કિસ્સાઓ ઉછળતા મોજા ની જેમ બહાર આવવા લાગે છે. અને અમે પાછા મિત્રો સાથે ગોધરાની કોલેજમાં વિતાવેલા સુંદર સંસ્મરણોને વાગોળતા વાગોળતા જૂના દિવસોમાં ખોવાઈ જઈએ છીએ.
એક પછી એક વર્ષ વીતતાં ગયા મોજ મસ્તી કરતા કરતા કોલેજના આકરા ભણતર અને અઘરી પરીક્ષાઓ પાસ કરીને અમે અમારા સાડા પાંચ વર્ષ પૂરા કર્યા ત્યારે વર્ષ 2006 ચાલતું હતું.
લગભગ અમારા માંથી 95% મિત્રો વર્ષ બગાડ્યા વિના પાસ થઈ ગયા હતા. આથી હવે એક બીજાથી છૂટા પાડવાની ઘડી આવી ચૂકી હતી.
❗
એ સમયે હજુ ડિજિટલ યુગ ઉમરે આવીને ઊભો હતો , મોબાઈલમાં ઈન્ટરનેટની શોધ તેમજ કેમેરા વાળા મોબાઈલની શોધ હજુ થવાની બાકી હતી. કોલેજ દરમ્યાન લગભગ 80% મિત્રો પાસે મોબાઈલ પણ નોહતો . મને ફોટોગ્રાફી નો અનહદ શોખ હોવાથી મે મારી બચત માંથી એ વખતે, એક ડિજિટલ કેમેરો ખરીદ્યો હતો કે જેથી હું બધી યાદો ને સંગ્રહી શકું. આથી મે ઘણા મિત્રોના ફોટોગ્રાફ્સ તેમજ કોલેજ અને કોલેજની આજુબાજુના વિસ્તાર કે જેની સાથે અમે લાગણીઓથી જોડાયેલા હતા એ તમામ સ્થળના તેમજ તમામ વ્યક્તિઓના ફોટા મેં મારા કેમેરામાં કંડારી લીધા , કેમ કે, મને ખબર નહોતી કે બીજી વાર ગોધરા ક્યારે આવવાનું થશે . એવું વિચારીને ગોધરાને મારા કેમેરામાં કેદ કરી ભારે હૃદયે મેં પણ ગોધરા ને અલવિદા કહી દીધું.
આજે 17 વર્ષે એ સમય આવ્યો છે કે અમે બધા સહપાઠી મિત્રો ફરી એકવાર ગોધરામાં તા. 23-4-23 ના દિવસે ભેગા થયા. Dr Jigar Soni , Dr Praful Labana , Dr Nitin Panchal , Dr Dabhi Kalpesh જેવા ગોધરા નજીક રેહતા મિત્રોએ આ સુંદર આયોજનની જવાબદારીનો સ્વીકાર કરી અને આ 17 વર્ષે થનારા Get together ને એક આકાર આપ્યો. ગોધરામાં હોટેલમાં માં AC હોલ બુક કરવો ત્યાં લંચ અને બ્રેકફાસ્ટ ની તેમજ એ સિવાયની બધી વ્યવસ્થા કરી. જેથી આવનાર મિત્રોને આ ઉનાળાની ગરમી માં તકલીફ ના પડે. મોટાભાગ ના મિત્રોએ તો 17 વર્ષે એક બીજા ના મોઢા જોયા હશે. મિત્ર ડૉ શિરીષ ભટ્ટ ની નમ્ર વિનંતિથી અમારી કોલેજના *ટ્રસ્ટી રાજેશ સોની કે જે આ દુનિયા માં નથી એમનાં સુપુત્ર કે જે હાલ અમારી કોલેજના ટ્રસ્ટી છે એ ડૉ વીરુ સર કે જેઓ રવિવારે પોતાના વ્યસ્ત schedule માં થી સમય કાઢીને કોલેજ પર આવ્યા અને કોલેજને રવિવારના દિવસે પણ ખોલવામાં આવી. અમારી વખતે એટલે કે 17 વર્ષ પેહલા જે પ્રોફેસર એમને ભણાવતા એમને પણ અમે આમંત્રિત કર્યા હતા. એટલે વિજય પટેલ સર , કેયુર સોની સર, કાચબા સર, ઝુબેર મામજી સર, સમીર મેમણ સર, ગુપ્તા સર , મહાજન સર, અને તેમજ અન્ય સ્ટાફ મેમ્બરો એ અમારાં લાગણી સભર આમંત્રણનો સ્વીકારી કરી સૌ પ્રોફેસરોએ રવિવારે રજા હોવા છતાં કોલેજ માં આવી ને પોતાની હાજરી આપી અને અમરા ગેટ ટુ ગેધર ના પ્રોગ્રામને ગૌરવવંતો બનાવી દીધો. અમે સૌ પ્રોફેસર સાહેબોનું સાલ ઓઢાડી ને સન્માન કર્યું ત્યારે અમારા પ્રોફેસરોએ એમને કહ્યું કે કોલેજ શરૂ થયા પછી જ્યારે પણ REUNION થયું છે, ત્યારે આજ સુધી પ્રોફેસરોનું ક્યારેય સન્માન કરવામાં આવ્યું નથી એટલે અમારું સૌ નું સન્માન કરનારી તમારી અત્યાર સુધી ની પ્રથમ બેચ છે. એ જાણી ને એમને પણ ખૂબ આનંદ થયો.
અમારા પ્રોફેસરો ને જ્યારે ખબર પડી કે અમારી બેચના મોટાભાગ ના વિદ્યાર્થીઓએ પ્રગતિના શિખરો સર કરી ને એક ઇતિહાસ રચી દીધો છે, તો તેઓ અમારી પ્રગતિ જોઈ ને ગદગદ થઈ ગયા.
આપણા ક્લાસ માંથી ખૂબ પ્રગતિ કરી હોય એવા મિત્રો ની વાત કરીએ તો
🔹
Dr Megha Soni કે, જે બરોડા માં Ozone Therapist છે અને બરોડા માં પોતાનું ઓઝોન ક્લિનિક ચલાવે છે, તેમજ સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટમાં ફેલોશિપ કરી ને થોડા સમય પેહલા જ પોતાના ક્લિનિક માં એક નવું યુનિટ ઉભુ કરી ને Hair Transplant તેમજ કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ શરૂ કરી છે તેમજ iv Nutrition Clinic પણ ચલાવે છે. એક જ ક્લિનિક માં Health ને લગતા Multiple Work કરનાર મેઘાએ હેલ્થ સેક્ટર માં ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે. જે આપણા સૌ માટે ખૂબ આનંદ ની વાત છે.
🔹
Dr jasmin Radadiya કે જેણે BHMS પૂરું કર્યા પછી ક્લિનિકલ એન્ડ રિસર્ચ નામનો કોર્સ કર્યા બાદ હાલ માં APCER Life Science નામની મલ્ટીનેશનલ કંપનીમાં જનરલ મેનેજર (GM) તરીકે પોતાની ફરજ બજાવે છે, આમતો આ પોસ્ટ ઉપર કોઈ MBBS અથવા MD ની જ નિમણુક થઈ શકે છે, છતાં જસ્મિનના બહોળા અનુભવ અને નોલેજને કારણે એને આ પોસ્ટ મળી છે, જે આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે.
🔹
Dr Akshay shah એ પોતાની Clinical & Reserch ની એક નેશનલ કંપની S4 Research Pvt Ltd. ની સ્થાપના કરી છે, અક્ષય એ કંપનીનો ડિરેક્ટર છે, જે S.G Highway Ahmedabad માં આવેલી છે. અક્ષય દેશ વિદેશના Clients સાથે business કરે છે તેમજ અક્ષયે પોતાની કંપનીમાં 60 જેટલા BHMS, ફાર્મસી, BSc ane MSc ane Phd થયેલા લોકો ને જોબ પર રાખેલા છે. જે ખરેખર આપણા સૌ માટે ગર્વની વાત કેહવાય.
એ સિવાય અમદાવાદ માં શ્યામલ પાસે પોતાની Lapinoz piza ની એક રેસ્ટોરન્ટ પણ છે ત્યાં પણ 30 વ્યક્તિઓ નો સ્ટાફ રાખેલ છે.
એ સિવાય
🔹
Dr Pragnesh Dave કિંખલોડ માં પોતાનું ક્લિનિક ચલાવે છે તેમજ Zydus ,Cadila, Cipla, Theon Pharma જેવી મોટી કંપનીઓની ડીલર શીપ લીધેલી છે. ટુંક માં ચરોતર અને ચરોતર બહાર મોટાભાગ ના દરેક મેડિકલ અને GP ડોક્ટર્સને દવા સપ્લાય કરવાનો મોટો બિઝનેસ કરે છે, જે ખૂબ આનંદ ની વાત કેહવાય.
🔹
Dr Dhara Jani Trivedi ની વાત કરીએ તો તે ઓલ ઇન વન ની ભૂમિકા ભજવે છે એવું કહો તો પણ ખોટું નહિ,
Naturo therapist
Best Dietitian & You Tuber
More than 28 You Tube Health Regarding and informative Videos
More than 600 Online patients in 8 countries and 10 states of india
Provide online Consultation
Professor and HOD Of Gyn and Obs Department at J.J.H.M.C. Morwa
And Also Handle two Clinic at Anand & Vidhyanagar & Doing Practise in skin hair and obesity only
Invite as a guest speaker in vande gujarat news channel at Gandhinnagar
& Fashion Designer by Hobby
🔹
Dr Pulkesh chauthani એ માસ્ટર ડીગ્રી મેળવીને સુરત માં પ્રાઇવેટ હોમિયોપેથીક ક્લિનિક કરી ખૂબ નામના મેળવી ને હાલ સરકારી સિધ્ધપુર હોમીયોપેથીક મેડિકલ કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જે ખૂબ ગર્વ ની વાત છે.
🔹
Dr Bhavika Doshi અમદાવાદ માં પોતાની પ્યોર હોમિયોપેથીક પ્રેક્ટિસ કરે છે અને એમણે પણ આપણી કોલેજ નું નામ રોશન કર્યું છે
🔹
Dr Shirish Bhatt કે જે ભા.જ.પા. માં ગુજરાત રાજ્યના મેડિકલ સેલના પ્રદેશ કનવીનર છે અને મિત્રોની ડગલે પગલે મદદ કરવા માટે તેમજ માનવતા ના કલ્યાણ માટે હંમેશા એક ડગલું આગળ હોય છે.
🔹
Dr Sunil Patel એ તો બરોડા નજીક પોર ગામ માં 5 ICU બેડ અને 22 બેડ ની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ ખોલી ને રાત દિવસ લોકોને નજીવા દરે સેવા આપે છે તેમજ અન્ય કન્સલટંટો ને પણ હોસ્પિટલમાં બોલાવે છે.
🔹
Dr Mrunal Mehta ની વાત કરીએ તો તે પોતાનું એક NGO ચલાવે છે, તેમજ પબ્લિક હેલ્થના ગવર્મેન્ટના પ્રોગ્રામ લીડ કરે છે તેમજ તેના વિશે રિસર્ચ કરે અને પ્રોગ્રામો નું મોનીટરીંગ કરે છે.
🔹
Dr kalpesh Dabhi એ ગોધરા માં જ બામરોલી રોડ ઉપર Dr Shailesh Parmar ગોધરા નજીક એક ગામ માં પોતાની 8-10 બેડ ની હોસ્પિટલ ચલાવે છે
🔹
ડૉ મુનિરા ફટાકડાવાલા BHMS પૂરું કરી MD પૂરું કર્યા બાદ આપણી શામળાજી કોલેજ માં જ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમજ પોતાનું પ્રાઇવેટ ક્લિનિક પણ ચલાવે છે અને સારી હોમીયોપેથીક પ્રેક્ટિસ કરે છે.
બાકી કલ્પેશ રોય ઉર્ફે (બાબજી) અને ફિરોઝ હસનવાલા ઉર્ફે ( ગાવા ફિરોઝી , માંડવાલી બાદશાહ) તેમજ સંદીપ ( નવાબ ) જેવા મિત્રો ઓસ્ટ્રેલિયા માં સારી રીતે સેટ થઈ ગયા છે, એ વાત ની ખુશી પણ છે અને તેઓ અમારા આ સ્નેહમિલન માં ભળી શક્યા નથી એનું દુઃખ પણ છે.
એ સિવાય મારા જેવા મિત્રોએ પોતાના વતનમાં અથવા મારી જેમ પોતાના વતનથી દૂર પોતાનું ક્લિનિક ખોલ્યું છે, મોસ્ટલી એ બધાનું ક્લિનિક સારું ચાલે છે એવા મિત્રોને પણ આપણે આજે યાદ કરી લઈએ જેમ કે, પ્રફુલ લબાના, દીપેન્દ્રસિંહ, શૈલેષ,રાહુલ બારોટ, અમિત,ઉમેશ, રિતેશ, અતુલ,ચિરાગ, ઐયુબ, સોહેબ, સોહેલ, ઈઝહાર, સમીર, ઇમરાન, સરફરાઝ, સાજીદ, સૈયેદ, રવિ , ધર્મેશ,ભાવિક, ભૂપેન્દ્ર, વિશાલ વેલાણી, કમલેશ, સચિન વિનય, અશોક, પ્રકાશ કુંભાણી, વિશાલ શેઠ, રાકેશ પટેલ, જીગર પટેલ , રાકેશ ખાંટ, મહેન્દ્ર અમીન, ધીરેન, જીગર ઉપાધ્યાય, પ્રજ્ઞેશ, કિરીટ, હેમાંગ, પંકજ, વિજય, શાશ્વત,પિયુષ પારેખ, કરંજ, આશિષ જોશી, પરેશ માછી, વિશાલ મિતલિયા, જીજ્ઞેશ બારોટ , પ્રિયાંક શાહ, નીરવ શાહ, મુકેશ પઢવાલ, અલ્પેશ કિકાણી, તુષાર, આ સિવાય ગર્લ્સ ની વાત કરીએ તો આરતી, મેઘા, ધારા, કિંજલ, ગુરુશિખા, સોનલ, મુનીરા, બતુલ, સાબેરા, ફાતેમા, ભાવિકા, રશ્મિ અને દેવાંગના બધી ગર્લ્સ પણ મેરેજ પછી પોતાનું ક્લિનિક ચલાવે છે.
આ મિત્રો સિવાય આ દુનિયામાં નથી એવા અમારા બે ખાસ મિત્રો ડૉ વિશાલ ઠક્કર અને ડૉ અજય વર્માને અમે યાદ કરી 2 મિનિટ મૌન રાખ્યું અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી .
અમારા ક્લાસના દરેક મિત્રો આજે વેલ સેટ છે, અને ઈશ્વરની કૃપાથી બધાના ક્લિનિક ખૂબ સરસ રીતે ચાલે છે. અમે બધા મિત્રો લગભગ બે દાયકા જેટલા સમયને અંતે મળતા ખૂબ ભાવ વિભોર બની ગયા હતા, અત્યારના ડિજિટલ યુગ ના કારણે ફેસ બુક તેમજ વોટ્સ અપ થી તો એકમેકની નજીક જ રહેતા હતા, છતાં મિત્રોને છાતી સરસા ચાંપીને ગળે મળવાની તો મજા જ કાંઈક ઔર હોય છે. જૂના જૂના કિસ્સાઓ યાદ કરી અને અમે બધા ખૂબ હસ્યા અને ખૂબ આનંદ કિલ્લોલ કર્યા. સમય ક્યાં ગયો એની ખબર પણ ના પડી અને સાંજ પડી ગઈ ફરીવાર દરેક મિત્રો સાથે વિતાવેલા અમૂલ્ય પળો અને સોનેરી સંસ્મરણોના ભાથાના પોટલાં વાળી મનનાં માળિયે મૂકીને હસતા મોઢે ગોધરાને તેમજ દરેક મિત્રોને વિદાય આપીને અમે અમારા ઘર તરફ અમદાવાદ જવા પ્રયાણ કર્યું...
અસ્તુ
📱
9925231969
📱
9106666911
All reactions:
You, Mahesh Savaliya, Atul Kanani and 162 others

Comments