શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ, ગોધરામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથની - ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ...

 શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ, ગોધરામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત  ગ્રંથની - ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ...

હિન્દુ ધર્મમાં ચાતુર્માસ (દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીનો સમયગાળો) વિશેષ માહાત્મ્ય ધરાવે છે. ચાતુર્માસમાં માંગળિક કાર્યો નથી કરવામાં આવતા અને ધાર્મિક કામ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. ચાતુર્માસ હેઠળ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિના આવે છે. આપણાં ધર્મ ગ્રંથોમાં ચાતુર્માસ દરમિયાન કેટલાક નિયમોના પાલન ખૂબ જરૂરી માનવામાં આવે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયનું અમૂલ્ય ઘરેણું કહી શકાય એટલે “વચનામૃત”. વચનામૃત અર્થાત “વચન + અમૃત = વાણીરૂપી અમૃત” જેના દ્વારા આપણે મોક્ષપદની પ્રાપ્તિ કરી શકીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત ગ્રંથનું ખૂબ મહાત્મય છે. કારણ કે, વચનામૃતમાં સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વમુખે ઉચ્ચારાયેલ વાણીનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને જીવન જીવવાના ઉપદેશો સહ મોક્ષપદની પ્રાપ્તિનાં પણ ઉપદેશો આપ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અતિ સમર્થ અને જેને “સત્સંગની માઁ” તરીકે બિરદાવવામાં આવે છે એવા પૂ.સદ્દ.શ્રી મુક્તાનંદ સ્વામીનાં કહેવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણએ વચનામૃત ગ્રંથની રચના કરાવી. વચનામૃતનું વર્ણન સંવાદનાં રૂપમાં છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ સંતો/હરિભક્તો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોનો ઉત્તર આપે છે.        વચનામૃતનો રચનાકાળ 10 વર્ષનો હતો. જે તા. 21 નવેમ્બર, 1819 થી શરૂ થયો અને તા. 25 જુલાઈ, 1829 ના રોજ પૂર્ણ થયો. દરેક વચનામૃતનાં પ્રારંભમાં  સ્વામિનારાયણ ભગવાને જે સ્થળએ ઉપદેશ આપ્યો તે સ્થળ, જે દિશામાં બેઠા હોય તે દિશા, તેમણે ધારણ કરેલ કપડાં, શણગાર, તારીખ, તિથિ અને તે સમયનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. આવું વર્ણન અત્યાર સુધીના કોઈ પણ ગ્રંથમાં કરવામાં આવ્યું નથી. માટે Harward Universityનાં તુલનાત્મક ધર્મનાં પ્રોફેસર John Carmenએ કહ્યું,  “વચનામૃતનાં પ્રારંભમાં કરવામાં આવેલ સ્થળ, તિથિ અને સમયનું સચોટ વર્ણન સામાન્ય પશ્ચિમી સંસ્કૃતિની ગેરસમજને અવરોધે છે.”     વચનામૃત ધરતી પરનું “અમર અમૃત” છે જેનું પાન કરીને આપણને આ લોકનું સુખ તો પ્રાપ્ત થશે જ સાથે સાથે પરલોકનું પણ સુખની પણ પ્રાપ્તિ થાય છે.

ચાતુર્માસ પર્વે  શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથની ત્રિદિનાત્મક કથાનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ, ગોધરામાં કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. પંચમહાલના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં  કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથામૃતનું રસપાન કર્યું હતું.




















Comments