રાષ્ટ્રીય યુવા દિન 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે યુથ હોસ્ટેલ્સ પાટણ યુનિટ દ્વારા રક્ત દાન શિબિર

રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે  યુથ હોસ્ટેલ્સ પાટણ યુનિટ દ્વારા રક્તદાન શિબિર

    રાષ્ટ્રીય યુવા દિન 12 જાન્યુઆરી 2022 સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે  યુથ હોસ્ટેલ્સ પાટણ યુનિટ દ્વારા તા. 12-1-2022, ગુરુવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન એચ.કે બ્લડ બેંક ખાતે કરવામાં આવ્યું હતું.. આ શિબિરમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સત્યમ પંચોલી, ચેરમેન દેવાંગ સાલવી, પ્રમુખ અક્ષય પટેલ, ઉપપ્રમુખ ઉત્સવ પટેલ, કારોબારી સભ્યો હિતેશ વારડે, મિહિર સોની, કલ્પેશ પટેલ સહીત કુલ 28 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. યુથ હોસ્ટેલ્સ પાટણ યુનિટ ના સભ્યો અને બીજા ઘણા લોકો એ રક્તદાન કર્યુ હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સત્યમભાઈ પંચોલીને આ રક્તદાન શિબિર ને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.  રક્તદાતાને  પાટણ યુનિટ તરફથી ચાંદીનો  સિક્કો અને YHAI લોગો વાળી એમ્પાયર કૅપ પુરસ્કાર તરીકે આપીને પ્રોત્સાહન પૂરું પાડયું હતું..



















Comments