હરિહર સિવિલ ટિફિન સેવા મંડળ દ્વારા તા. 14 જાન્યુઆરી 2022 ઉત્તરાયણના દિવસે સૌરાષ્ટ્ર કડવા પટેલ મંડળ, ઠક્કરબાપાનગર, અમદાવાદ ખાતે 25 વિધવા બહેનોને મુખ્ય દાતા મુકેશ પટેલ, આમંત્રિત મહેમાનશ્રી મુકેશ પડસાળા, કિરીટ પટેલ, કિશન પટેલ, નટુભાઈ પટેલ, કાંતિભાઈ ફીણાવા અને રાજુભાઇ પટેલના વરદ હસ્તે 3 મહિના ચાલે તેટલાં કરિયાણાની કીટ આપવામાં આવી હતી. શિક્ષણ એજ રામબાણ ઈલાજ છે તેમજ આત્મ નિર્ભર બનવા માટે જરૂરી માર્ગદર્શન ભાનુભાઈ કોઠિયા, મુકેશ પડસાળા તેમજ છગનભાઇ પટેલે સુંદર રીતે આપ્યું હતું.
Comments
Post a Comment