અગ્રવાલ કૌટુંબિક ગ્રંથની પ્રથમ રક્તદાન શિબિરમાં 29 રક્તદાતાઓએ કર્યું રક્તદાન

 અગ્રવાલ કૌટુંબિક ગ્રંથની પ્રથમ રક્તદાન શિબિરમાં 29 રક્તદાતાઓએ કર્યું રક્તદાન 

    અગ્રવાલ કૌટુંબિક ગ્રંથ દ્વારા તારીખ 9-1-2022 ના રોજ સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી અગ્રવાલ હોલ, મારુતિ હેરિટેજની પાછળ, સરદાર ચોક, વિજય પાર્ક, BRTS બસ સ્ટેશન પાસે, નેશનલ હાઈવે 8, નરોડા, અમદાવાદ ખાતે બ્રહ્મા રતનલાલ ગુપ્તા (પૂર્વ પ્રમુખ ભાજપ રખિયાલ બોર્ડ અને પ્રમુખ સદભાવના ટ્રસ્ટ) અને મુકેશ પડસાળા (ઉપપ્રમુખ યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ગુજરાત રાજ્ય શાખા)ના અતિથિ વિશેષ સ્થાને આયોજીત પ્રથમ રક્તદાન શિબિરમાં 5 મહિલાઓ સાથે કુલ 29 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવસેવાનું ઉતૃકૃષ્ટ ઉદાહરણ પૂરું  પાડ્યું  હતું. દરેક રક્તદાતાને આદર્શ લેબ તરફથી નોન સ્ટિક કડાઈ, જય વિઝન તરફથી મોબાઈલના 2 સ્ટેન્ડ, હેન્ડ્સ ફ્રી અને શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત તરફથી આકર્ષક કેલેન્ડર પુરષ્કાર કરવામાં આવ્યા હતા. 

    આમંત્રિત મહેમાન મુકેશ પડસાળાએ રક્તદાન વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સંસ્થાના પ્રથમ પ્રયાસના સફળતાના યશભાગી હેમંત બી.અગ્રવાલ, હેમંત એમ.અગ્રવાલ, સોનુ એસ. અગ્રવાલ, અજય ઓ. અગ્રવાલ, ડો.જગમોહન શાહ, અને ભગવાનભાઈ આર. અગ્રવાલને ખૂબ ખૂબ અભિનંદન.












Comments