શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર સહિત પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં "સ્વામિનારાયણ" મહામંત્ર ૨૨૦ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી - સફલા અગિયારસની ઉજવણી...
શ્રી સહજાનંદ સ્વામીએ સંવત ૧૮૫૮ની માગશર વદ - એકાદશી (તારીખ:૩૧/૧૨/૧૮૦૧) ગુરુવારના રોજ મંત્ર જાપ માટે "સ્વામિનારાયણ" નામ પ્રસિદ્ધ કર્યું હતું.
આજકાલ કરતાં "સ્વામિનારાયણ" મહામંત્રની ૨૨૦મી પ્રાગટય જયંતી છે. વળી, આજની સામ્યતા એ છે કે શ્રી સહજાનંદ સ્વામીએ "સ્વામિનારાયણ" મહામંત્ર જાહેર કર્યો ત્યારે ગુરુવાર હતો અને આજે પણ એ જ ગુરુવાર છે.
જ્યારે પણ શ્રીહરિનું નામસ્મરણ કરવું હોય ત્યારે ભગવાનના સ્વરૂપમાં પોતાની જાતને ઓતપ્રોત કરી ભગવાનની મૂર્તિમાં રહી તેમનું ધ્યાન કરતાં કરતાં સ્મરણ કરવું તો આધ્યાત્મિક, આધિભૌતિક અને આ આધિદૈવિક એ ત્રણે તાપની નિવૃત્તિ થઇ જાય છે અને અત્યંત સુખશાંતિ મળે છે.
ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સંવત ૧૮૫૮ની માગશર વદ એકાદશીના રોજ ફણેણીમાં પ્રસિદ્ધ કર્યું અને પોતાના આશ્રિતજનોને તે દિવસથી સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવવાનો આદેશ આપ્યો છે ત્યારથી આજદિન સુધી સૌ સંતો – હરિભક્તો સ્વામિનારાયણ મંત્રનો જાપ અને માળા કરે છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી સત્યદર્શનદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો, સત્સંગી હરિભક્તોએ પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી. પૂજનીય સંતોએ "સ્વામિનારાયણ" મહામંત્રનું મહિમા ગાન કર્યું હતું. આ રીતે
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર, પંચમહાલમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભકતોએ સાથે મળીને સ્વામિનારાયણ" મહામંત્ર ૨૨૦ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી - સફલા અગિયારસની ઉજવણી કરી.
Very good work by you
ReplyDeleteGod bless you