બીજી નેશનલ થોડા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ માં જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ-રધવાણજ ના બાળકો ની ઐતિહાસિક સિદ્ધિ.

બીજી નેશનલ થોડા સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ ઉત્તરપ્રદેશ ના આગ્રા ખાતે યોજવામાં આવી હતી.જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ-રધવાણજ ના ત્રણ બાળકો એ ભાગ લીધો હતો.તેમાં તે બાળકો એ ૨ ગોલ્ડ મેડલ,૧ સિલ્વર મેડલ મેળવીને ગુજરાત નું નામ રોશન કર્યું છે.તેમાં ભારત સરકાર દ્રારા મહાભારત માં રમાડવામાં આવતી પૌરાણિક રમતો માં માશૅલ આટૅ, બોક્સીંગ,અને આર્ચી રમત ને મિશ્ર કરીને આ રમત રમવામાં આવે છે.આ ચેમ્પિયનશિપ માટે ૨૩ બાળકો એ ભાગ લીધો હતો.અને તેમાં ૭ ગોલ્ડ મેડલ,૯ સિલ્વર મેડલ,૭ બ્રોન્ઝ મેડલ મેળવીને સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજય એ પ્રથમ સ્થાન મેળવીને સ્ટેટ ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી.ગુજરાત ની ટીમ જ્યારે પરત આવી ત્યારે જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલ-રધવાણજ ના ટ્રસ્ટી શ્રી નિતેશ સર એ વિજય તિલક કરી ફૂલહાર પહેરાવીને  સ્વાગત કર્યું હતું.અને ત્યારબાદ  "વિઝન એજ્યુકેશન ગ્રૂપ"ના ટ્રસ્ટી શ્રી જીગ્નેશ સર દ્રારા પલાણા માં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.







Comments