મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ધાંધલપુરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી શાકોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા. આ પ્રણાલી આજે પણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત તમામ મંદિરોમાં શરૂ છે.
ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે ઉજવાતા ઉત્સવો લોકોના હૃદયમાં ઉત્સાહ સાથે પરસ્પર પ્રેમનું વાતાવરણ જગાવે છે.આજનો માણસ દેખતો છે પણ એની દોટ આંધળી છે. સંપત્તિ , સતા, સામગ્રી કે સૌંદર્ય પાછળની દોટ છે એ દોટમાં ઓટ આવવાથી જ સંસ્કૃતિ અને પરિવાર સાથેની આત્મીયતા વધે છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી સત્યદર્શનદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો, સત્સંગી હરિભક્તોએ પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી.
પૂજનીય સંતોના હસ્તે રીંગણના શાકનો વઘાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રવચન દરમ્યાન મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા ગુરુપ્રિયદાસજી સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, લોયાધામમાં 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને પ્રસાદ સ્વરૂપે ૬૦ મણ રીંગણા - ૧૮ મણ ઘીનો વઘાર કરી શાક બનાવી ભક્તોને પ્રસાદ પ્રદાન કર્યો હતો.
Comments
Post a Comment