ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા ફ્રી પેપ ટેસ્ટ તેમજ ગર્ભાશય કેન્સરની ફ્રી તપાસ કેમ્પ યોજાયો

 ફ્રી પેપ ટેસ્ટ તેમજ ગર્ભાશય કેન્સરની ફ્રી તપાસ કેમ્પ યોજાઈ ગયો

    ભારત વિકાસ પરિષદ બાપુનગર શાખા દ્વારા ડો.ભાવનાબેન અને મુકેશભાઇ સાવલીયા તેમજ કરુણાલય હોસ્પિટલ, ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી જનેતા હોસ્પિટલ, દિનેશ ચેમ્બર્સ, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે ફ્રી પેપ ટેસ્ટ તેમજ ગર્ભાશય કેન્સરની ફ્રી તપાસ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં ડો મીનાબેન પટેલે કેમ્પમાં ભાગ લીધેલ બહેનોને સ્તન અને ગર્ભાશયના કેન્સર વિષે વિસ્તૃત માહિતી તેમજ શું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે જરૂરી ટિપ્સ આપી હતી. આ કેમ્પમાં કોરોનાની સંપૂર્ણ ગાઇડલાઇનનુ પાલન કરીને 73 મહિલાઓએ લાભ લીધો હતો. નજીકના સમયમાં નિકોલ વિસ્તારની બહેનો માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.








Comments