સરસ્વતી વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ સારસ્વતોનું સ્નેહ મિલન યોજાઈ ગયું.

સરસ્વતી વિદ્યાલય ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ સારસ્વતોનું સ્નેહ મિલન યોજાઈ ગયું.

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત સરસપુર ખાતે સરસ્વતી વિદ્યાલય, જે. એન. બાલિકા વિદ્યાલય, સરસ્વતી કુમાર શાળા 1 અને 2, હિમાંશુ બાલ મંદિર તેમજ અસારવા ખાતે અસારવા વિદ્યાલય અને શ્રી શાંતિકુમાર કોઠારી વિદ્યાલય(બાલભારતી વિદ્યાલય) માં આશરે 5000 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે.  આઝાદી પહેલા 1944માં સ્થપાયેલ સરસ્વતી વિદ્યામંડળના સ્થાપક પદ્મશ્રી રઘુભાઇ નાયક  આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શિક્ષક રહી ચુક્યા છે. રઘુભાઇ શાંતિનિકેતનમાં ટાગોર ના વિધાર્થી હતા ત્યારે "જ્યાં જાવ ત્યાં એક શાંતિનિકેતન શરું કરો" એવી ટાગોર ની ગુરુ આજ્ઞા ને સ્વીકારી સરસ્વતી વિદ્યાલય ની સ્થાપના કરી  કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સીટી વર્ષોથી ચાલે છે તો મારી શાળા કેમ નહિ ! દેશ આઝાદ થઇ રહ્યો હતો એટલે પ્રબુદ્ધ અને સારા નાગરિકોની જરૂરિયાત ઉભી થશે. સારા નાગરિકો શિક્ષણ થકી જ મળે. આ વિચારને અમલમાં મુકવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ "સારસ્વત"નું એક સંગઠ્ઠન "સરસ્વતી નાગરિક સમાજ" બનાવ્યું અને આજ સારસ્વતો ભવિષ્યમાં શાળાનું સંચાલન કરશે. હાલમાં શાળાનું સંચાલન શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી જ્યોતિન્દ્રભાઈ  દવે, શ્રી સજુભા ઝાલા અને શ્રી દિલીપસિંહ સોલંકી કરી રહ્યા છે. તા. 26-12-2021, રવિવારના રોજ સવારે 9.30 કલાકે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં દેશ વિદેશમાં વસતા 800 થી વધુ સારસ્વતો અને 20 પૂર્વ શિક્ષકો  ઉત્સાહપૂર્વક હાજર રહીને શાળાકીય જીવનની યાદગાર પળોને વાગોળી હતી. પ્રારંભમાં હળીએ  મળીએ સેશનમાં સૌ એ ગરમાગરમ ભજીયાંનો નાસ્તો કરતાં  કરતાં ભૂતકાળમાં સરી ગયા હતા.શાળાના સંગીત વૃંદે  સંગીતમય ગીત રજુ કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં વર્ષ 1972માં શાળામાં ભણી ગયેલા 20 વધુ સારસ્વતો હાજર રહીને હળવી પળો માણી  હતી. ઘડીક વાર માટે સૌ મસ્તીખોર વિદ્યાર્થીઓ બનીને નિર્દોષ મસ્તીનો આનંદ માણ્યો  હતો. સ્નેહમિલન કાર્યક્રમની સાથે શાળાના જ વિદ્યાર્થી અને ત્યાર બાદ શિક્ષક રહી ચૂકેલા પ્રસિદ્ધ લેખક સ્વ. હરિત પંડ્યા રચિત "પારિજાતની સુવાસ" પુસ્તકનું શાળાના પૂર્વ આચાર્ય, શિક્ષકો અને મંત્રી શ્રી જ્યોતીન્દ્ર દવે તથા સહમંત્રી શ્રી સજુભા ઝાલાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સરસ્વતી નાગરિક સમાજ વિષે સારસ્વત શ્રી અતુલ ઘાડિયા અને શ્રી કે ડી પટેલે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે સંસ્થા ગીતની રજુઆત પછી શૈખ કુરેશીએ આભાર વિધિ કરી હતી.














Comments