તુલસી હિન્દુ ધર્મમાં પૂજનીય અને ઔષધીય છે.

 તુલસી હિન્દુ ધર્મમાં પૂજનીય અને ઔષધીય છે.

તુલસીને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું અનેરું મહત્વ રહ્યું છે.તુલસીનું ન માત્ર ધાર્મિક મહત્વ છે પરંતુ આયુર્વેદીક દ્રષ્ટીએ પણ મહત્વ રહેલું છે.તુલસીનું પૂજન કરવું અને છોડમાં જળ અર્પિત કરવું આપણી પરંપરા છે.તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે અને દેવતાઓને પણ અર્પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સ્વયં તુલસીના મૂળ પાસે શાલિગ્રામના રૂપમાં નિવાસ કરે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, તે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ વાસ કરે છે.તેની સાથે જ માતા તુલસીની કૃપાથી તે ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે.હિંદુ ધર્મમાં તુલસી વિના કોઈપણ કર્મકાંડ,પૂજા કે શુભ કાર્ય અધૂરું માનવામાં આવે છે.ભારતમાં દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામા આવે છે.જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલીગ્રામ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. ભારતના  મંદિરોમાં અને ઘરમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ ચાર મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે.દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને માતા તુલસીના લગ્ન થાય છે.આ દિવસને દેવુથની એકાદશી કહેવામાં આવે છે.આપના દેશમાં દર વર્ષે 25 ડિસેમ્બરને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની શરૂઆત ભારતમાં વર્ષ 2014 થી થઈ છે. 

હજારો વર્ષોથી આયુર્વેદમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે.તુલસી હર્બલ અને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે, જેને તુલસીની અંદર ઘણા પોષક તત્વો જોવા મળે છે.તેમાં તણાવ વિરોધી, રોગ વિરોધી તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.તુલસીના છોડમાં દરેક રોગ સામે લડવાની ક્ષમતા હોય છે અને તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાંથી વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે અને તુલસીની ચા પીવાથી માથાનો દુખાવો, ખાંસી, શરદી અને તાવ વગેરેમાં આરામ મળે છે. તુલસીના ઘણા પરંપરાગત આરોગ્ય ઉપયોગો છે, જેમાં ખરજવું, સૉરાયિસસ અને વૃદ્ધત્વ વિરોધી અસરોનો સમાવેશ થાય છે.તે એક એન્ટિબાયોટિક છે, રોગપ્રતિકારક શક્તિને વધારનાર છે.તુલસીને સમગ્ર ભારતમાં એક પવિત્ર છોડ તરીકે ગણવામાં આવે છે.           


                  

લેખક: ચંદ્રવદન ધ્રુવ:પર્યાવરંણવિદ

Comments