મહારાણા પ્રતાપ પ્રા. શાળામાં અને ઈશ્વર પેટલીકર પ્રા.શાળામાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી

મહારાણા પ્રતાપ પ્રા. શાળામાં અને ઈશ્વર પેટલીકર પ્રા.શાળામાં  પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી



    મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક 272 અને શ્રી ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળા ક્રમાંક 16 માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ક્રીમિશા ઘનશ્યામભાઈ રોકડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત પણ ગાવામાં આવ્યા. શાળાના આચાર્યશ્રી મિતેશભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી અને કિરીટભાઈ ગુજરાતીએ માર્ગદર્શન આપ્યું હતું.  ઈ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી બાબુભાઈ વીરડિયા અને શ્રી રમેશભાઈ વાઘાણીએ શાળાની પ્રગતિ તથા દેશ માટે રાષ્ટ્ર ભાવના જગાવવા માટે શુભકામના પાઠવી હતી. રેખાબેન વસોયા દ્વારા દેશદાઝ માટેનું સરસ ગીત ગાયું અને શાળાના શિક્ષક ચમનભાઇ ચોપડા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ધામેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

    સમગ્ર કાર્યક્રમનું માઇક્રોસોફ્ટ ટીમ્સથી ઓનલાઇન પ્રસારણ કરવામાં આવ્યું હતું,  800 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો.



Comments