નેક્ષક લિંક આઇટી કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ ગઈ
નેક્ષક લિંક સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ઉપક્રમે પહેલ ફાઉન્ડેશન અને યુથ હોસ્ટેલ્સ બાપુનગર ના સહયોગથી અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી દ્વારા તા. 31-12-2021, શુક્રવાર સવારે 10 થી બપોરે 1 કલાક સુધી 407, ચોથો માળ, મારુતિ પ્લાઝા, વિજયપાર્ક BRTS બસ સ્ટેન્ડ પાસે, નેશનલ હાઇવે, કૃષ્ણનગર, અમદાવાદ ખાતે થેલેસેમિયા પિડીત દર્દીઓ માટે આયોજિત રક્તદાન શીબિર માં કંપનીના સીઈઓ અમિત પટેલ સહીત 34 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. કંપનીના સીઈઓ અમિત પટેલ, સિનિયર ટેક્નિકલ કન્સલ્ટન્ટ નિલેશ ધોરાજીયા, સંદીપ તેમજ સ્ટાફમિત્રોને માનવતાના આ ભગીરથ કાર્યમાં ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન...
Comments
Post a Comment