ભારત વિકાસ પરિષદ દ્વારા લગ્નગીતોત્સવ ઉજવાઈ ગયો
ભારત વિકાસ પરિષદ ગુજરાત મધ્ય પ્રાંત દ્વારા તા. 2-1-2022, રવિવારના રોજ સવારે શ્યામજી પાર્ટી પ્લોટ, વસ્ત્રાલ, અમદાવાદ ખાતે લગ્ન લખાય ત્યાંથી લઈને કન્યા વિદાય થાય ત્યાં સુધી ગવાતાં જુના પરંપરાગત લગ્નગીતો વિસરાઈ ન જાય તે હેતુથી લગ્નગીતોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની 23 તેમજ ગુજરાત માધ્ય પ્રાંતની ઇડર, પ્રાંતિજ, ગાંધીનગર, અલકાપુરી વડોદરા, ખેડબ્રહ્મા વગેરે શાખાઓની મહિલા વૃંદે ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઓઢવ શાખાની ટીમને સમગ્ર કાર્યક્રમના પ્રયોજકની ભૂમિકા બખૂબી નિભાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. તેમાં મધ્ય પ્રાંતની 23શાખાની મહિલા સંયોજીકા સાથે શાખાની બહેનોએ રંગેચંગે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.આયોજક શાખાનો સહયોગ અને સંભાળ થી બધાજ પારિવારીક સભ્યો એ આનંદ થી કાર્યક્રમ માણ્યો.
Comments
Post a Comment