ભાવનગર મા આકાર પામ્યો EcoBricks Park

 ભાવનગર મા આકાર પામ્યો EcoBricks Park

ઇકોબ્રિક્સ એટલે શું?

- પ્લાસ્ટિકની એક-બે લિટરની બોટલ લેવી.

- ઘરમાંથી નીકળતું એકવાર ઉપયોગમાં લેવાતું પોલીથીન કે જેને રિસાઈકલિંગ ના કરી શકાય તેને પ્લાસ્ટિકની બોટલમાં ઠુસી ઠુસી ને ભરવું.

- એક મહિનાનું ઘરમાંથી નીકળતું પોલીથીન આ બોટલ માં સમાય જશે.

- બ્રાન્ડેડ દૂધ ની કોથળીઓ નાખવી નહીં કેમ કે તે રિસાયકલ થઈ શકે છે.

- કોહવાઈ શકે તેવા પદાર્થો નાખવા નહીં.


ઇકોબ્રિક્સ ના ફાયદા

- જમીન, પાણી, હવાનું પ્રદૂષણ અટકે છે.

- અનેક ચો. ફૂટ જમીનમાં પ્રદુષણ ફેલાવતું પ્લાસ્ટિક એક બોટલમાં સમાઈ જાય છે.

- આ પોલીથીન ભરેલી બોટલના ઉપયોગ રસ્તા બનાવવા, બગીચામાં, બેસવાના ટેબલ વગેરેમાં અને અનેક રચનાત્મક કાર્યોમાં થઈ શકે.

- સામાન્ય રીતે આવું પોલીથીન સળગાવી દેવામાં આવે છે, જેના લીધે ભયંકર વાયુ પ્રદૂષણ થાય છે, એ પણ અટકે છે.

ભાવનગરના દરેક નાગરિક પોતાના ઘરે આવી ઇકોબ્રિક્સ બનાવે અને આ અભિયાનમાં ભાવનગર મહાનગર પાલિકાને સપોર્ટ કરે.

છેલ્લાં ૧૦ માસમાં ભાવનગરના સફાઇ કામદારો અને નાગરિકો પાસેથી 100000 જેટલી બોટલ ભેગી કરી શક્યા છે એટલે કે લગભગ ૩૨ ટન થી વધુ પ્લાસ્ટિક ભેગુ કર્યું છે જેમાંથી ભાવનગરના અક્વાડા તળાવ ખાતે ઇકોબ્રિક્સ પાર્ક બનાવવામાં આવ્યો છે. જે ગુજરાતમાં આ પ્રકારનો પહેલો પાર્ક છે.

એમ. એ. ગાંધી ( IAS), કમિશ્નર શ્રી, ભાવનગર મહાનગર પાલિકા તેમજ ભાવનગરના જાણીતા નેચર એક્ટિવિસ્ટ અને તબીબ ડો. તેજસ દોશી ના માર્ગદર્શન નીચે આ પાર્ક બની રહ્યો છે જેમા BMC પદાધિકારીઓ અને તેમની ટીમ ખૂબ જહેમત ઉઠાવી છે










Comments