યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટ દ્વારા ડોન કમ ભીંતબારીનો એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ સંપન્ન

ડોન કમ ભીંતબારીનો એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ સંપન્ન 

    યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટ દ્વારા તા. ૩૦/૦૧/૨૦૨૨ ને રવિવારના રોજ ડાંગ જિલ્લાના ડોન અને તેની નજીકના ભીંતબારીનો એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ અત્યંત સફળ રહ્યો. આ કેમ્પમાં ૪૪ સભ્યોમાંથી મોટાભાગનાએ પ્રમાણમાં અઘરું લાગતું ટ્રેકિંગ અને છેલ્લે રોક ક્લાઈમ્બીંગનો અહેસાસ આપતું ચઢાણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી કુદરતના એક અજુબાને મનભરી માણ્યો હતો. દોઢ વર્ષના બાળકથી માંડી સિત્તેર વર્ષના જુવાન સુધીના સૌ કોઈએ મજા માણી હતી. યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટમાં ત્રીસ નવા મેમ્બર પણ મળ્યા છે. યુનિટના ચેરમેન મિહિર રાવલે સૌનો ખુબ ખુબ આભાર માન્યો હતો. 



ઝૂમ કરીને જોતાં ફોટાની વચ્ચોવચ ભીંતબારીની ભીંત જેવી કુદરતી રચના અને આજુબાજુની ભયંકર ઊંડી ખીણો જેવા મળશે.






Comments