શ્રી જગન્નાથ મંદિરના મહંત, પરમ વંદનીય અનંતશ્રીવિભૂષિત શ્રી દિલીપદાસજી મહારાજના ૫૧ વર્ષ- એકાધિક સુવર્ણ જયંતીના મહામંગલકારી જન્મદિવસની શુભેચ્છા...

 શ્રી જગન્નાથ મંદિરના મહંત, પરમ વંદનીય અનંતશ્રીવિભૂષિત શ્રી દિલીપદાસજી મહારાજના ૫૧ વર્ષ- એકાધિક સુવર્ણ જયંતીના મહામંગલકારી જન્મદિવસની શુભેચ્છા...


        શ્રી જગન્નાથ મંદિરના મહંત, ભારત સાધુ સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, કુંભમેળાના કોષાધ્યક્ષ, મહામંડલેશ્વર પરમ વંદનીય અનંતશ્રીવિભૂષિત શ્રી દિલીપદાસજી મહારાજનો સં.૨૦૭૮ મહા સુદ -૫, વસંત પંચમી તા. ૦૫/૦૨/૨૦૨૨ના રોજ ૫૧ વર્ષ- એકાધિક સુવર્ણ જયંતી નો મહામંગલકારી જન્મદિવસ છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, ગુરુરાજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના મંગલ ચરણોમાં પ્રાર્થના કે, તેઓશ્રીને નિરામય દીર્ઘાયુ બક્ષો, સદા સોનેરી સોપાનો સર કરી શ્રેષ્ઠ સફળતાનો યશકળશ પ્રાપ્ત થાઓ, એ સાથે તેઓશ્રી આધ્યાત્મિકતાના અલૌકિક ઓજસથી હંમેશા ઝળહળતા રહો, જીવ પ્રાણીમાત્રના સમુત્થાનમાં દરિયા સમા દયાળુ પૂરવાર બનો તથા ભારત વર્ષમાં તો ખરા જ અને વિશ્વમાં પણ અવ્વલ નંબરે રહો.

     અનંતશ્રીવિભૂષિત શ્રી દિલીપદાસજી મહારાજના ૫૧ વર્ષ- એકાધિક સુવર્ણ જયંતીના મહામંગલકારી જન્મદિવસના અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા શાલ ઓઢાડી, સુકામેવાનો ભવ્ય હાર પહેરાવી તથા "સુવર્ણ સુમન" નામાંકિત સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને ખૂબ જ ભાવપૂર્ણ પ્રેમપ્રચૂર શુભકામનાઓ સહ સન્માન કરવામાં આવ્યું હતું.















Comments