અમદાવાદમાં યોજાયેલી સૌ પ્રથમ અનોખી રાઈડ SPRRR ના વિનર્સ ટોપ 5 ટ્રોફી અને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ
ચલો ચલે પ્રકૃતિ કી ઓર દ્વારા ટિમ સીએફએફ અને યુથ હોસ્ટેલ્સ બાપુનગરના સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે 30 જાન્યુઆરી 2022, રવિવારના રોજ યોજાયેલી વર્ચ્યુઅલ સરદાર પટેલ રિંગ રોડ રાઈડ માં અમદાવાદના વિવિધ વિસ્તારના 61 વર્ષના બાલકૃષ્ણ ગુપ્તા(નં 16), 2 મહિલા મીનલ પારેખ(નં 12) અને નેહા ત્રિવેદી(નં 17) તેમજ યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્ય શાખાના ઉપપ્રમુખ મુકેશ પડસાળા(નં 10) અને સંદીપ મોઢ(નં 8) સહીત 30 રાઇડર્સે ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રોમાંચક રાઇડના ટોપ 5 વિનર્સ 1. સૌમિલ સુથાર 2. જલદિપ પટેલ 3. ધ્રુવ પટેલ 4. મહેશ પ્રજાપતિ 5. બિરાજ પટેલ જાહેર કરવામાં આવ્યા છે. નિયત સમયમાં 75+ કિમિ રાઈડ ફિનિશ કરનાર તમામ 24 રાઈડર્સ ને ચામુંડા પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇમ ઇલેક્ટ્રોનિક્સ બાપુનગર-નિકોલ, હિલટાઉન ગ્રુપ અને દેવી સાયકલ નિકોલના સહયોગથી શ્રી મગનભાઈ રામાણી (આદ્યસ્થાપકશ્રી), શ્રી વિનુભાઈ જોગાણી ("ક્રિસ્ટલ") (પ્રમુખશ્રી), શ્રી પરેશભાઈ ડોબરિયા (મંત્રીશ્રી)ના વરદ હસ્તે સર્ટિફિકેટ તેમજ ગેરન્ટેડ ગિફ્ટ તથા 1 થી 5 નંબરને ટ્રોફી આગામી 13 ફેબ્રુઆરી 2022 ને રવિવારના રોજ સવારે 9.30 થી 10.30 કલાકે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન, દેવસ્ય સ્ટેટસ સામે, ભક્તિ સર્કલ પાસે, નિકોલ, અમદાવાદ ખાતે આપવામાં આવશે.
Congratulations Saumil.
ReplyDelete