૮ માર્ચ - નારી ચેતના દિવસની ઉજવણી અને આનંદ.

 ૮ માર્ચ - નારી ચેતના દિવસની ઉજવણી અને આનંદ.

એ દિવસે ગાંધીનગર રોટરી ક્લબ આયોજિત સેકટર - ૮ આદર્શ નિવાસી કન્યા વિદ્યાલયની દીકરીઓ સાથે પ્રોત્સાહક કાર્યક્રમમાં નિવૃત્ત સનદી અધિકારી ( અમારા માહિતી વિભાગમાં માહિતી નિયામક રહી ચૂકેલા ) શ્રી નંદા સાહેબના હસ્તે સન્માનપત્ર અર્પણ થયું. આ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય કરનાર બીજી બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આભાર રોટરી કેપિટલ ક્લબના અમીબહેન શાહ અને સહુ પદાધિકારીઓનો.
શાહપુરની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો સાથેનો એક કાર્યક્રમ, એમાં ઉપસ્થિત રહેવાનું બન્યું. આભાર શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ અને ગુરુજનોનો.
હું રહું છું એ સેકટર - ૨ ની શાળાના બાળકો સાથે અમે આત્મન ફાઉન્ડેશન અંતર્ગત પ્રવૃત્તિનો આનંદ માણ્યો હતો. અને શિક્ષણ સામગ્રી - પ્રસાદ વિતરણ.
અમદાવાદમાં બહુભાષી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, એકાદ બે તસવીર એની પણ છે.
સહજ, ગમતાનો ગુલાલ.












Comments