શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, યુ.કે. દ્વારા યુક્રેનના પીડિતો માટે નિ:સ્વાર્થ સેવાયજ્ઞ....

 શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, યુ.કે. દ્વારા યુક્રેનના પીડિતો માટે નિ:સ્વાર્થ સેવાયજ્ઞ....












શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના કથન અનુસાર "સેવાનું કાર્ય કરવાની તક મળે ત્યારે અચકાવું નહિ, જો તમે કોઈ વ્યક્તિને તકલીફમાં જોશો તો તમારે વિલંબ કર્યા વિના તેમની પાસે દોડી જવું જોઈએ તે માનવતાવાદનો સાચો સાર છે." તે અન્વયે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, યુ.કે. દ્વારા યુક્રેનના પીડિત લોકોને મદદ કરવા ઉપરાંત જેઓ ચર્ચમાં અનાથ રહેલ છે તેઓને માટે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અનુસાર નાતજાતના ભેદભાવથી પર રહીને ૪૦ ફૂટના જંબો કંટેનરમાં પોલીસ ડીપાર્ટમેન્ટની પરમીશન સહિત જીવન જરુરીયાતની વસ્તુઓ, દવાઓ, બાળકો માટે ખોરાક, પાણી વગેરે અંદાજે ૨૦ ટન જેટલી સાધન સામગ્રી મોકલી આપવામાં આવી છે.


આ સેવાયજ્ઞના કાર્યમાં સર્વ શ્રી આશિષભાઈ, પ્રદીપભાઈ, સંજયભાઈ, કશ્યપભાઈ, નિલેશભાઈ વગેરે પ્રતિનિધિઓએ સંપૂર્ણ નિ:સ્વાર્થ સેવાયજ્ઞમાં સાથ આપ્યો છે.


આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, યુ.કે.

Comments