vssm દર્દીઓને પીડા મુક્ત કરવામાં ક્યાંય નિમિત્ત બની શકીએ છીએ.

 vssm દર્દીઓને પીડા મુક્ત કરવામાં ક્યાંય નિમિત્ત બની શકીએ છીએ. 

#mittalpatel #vssm



નવ મહિનાનો હર્ષીલ કેવા ભયંકર દર્દથી પીડાય. એની મા પારુલ આમ તો એય નાનકડી છોકરી જેવી. વીસેક વર્ષની હશે. હર્ષીલ જનમ્યો ત્યારે એકદમ ઠીક હતો પણ મહિના પછી એને આંતરડાની તકલીફ શરૃ થઈ.

હાલ એનું આંતરડુ પેટ પરથી બહાર કાઢ્યું છે જેના દ્વારા મળ બહાર આવે.
મહેશભાઈ હર્ષીલના દાદા એ કહે, 'જ્યારે એને ઝાડો થાય ત્યારે તો એ એવો હેરાન થાય આપણે જોઈ ન શકીએ. સખત રડે ને એને ચુપ કરાવવાનું અમે કેમેય ન કરી શકીએ. ક્યારેક એટલું બધુ લોહી નીકળે (એમ કહીન એમણે હર્ષીલનો પેટ પરનો પાટો ખોલી અમને બતાવ્યો) આંતરડુ બહાર વધારે આવી જાય ને અમારે રાતના 108 બોલાવી સિવીલ ભાગવું પડે. સિવીલમાં ડોક્ટરને દબાવીને આ બધુ પેટમાં પાછુ નાખવાનું કરે ત્યારે હર્ષીલની ચીસો સાંભળી ભાંગી પડીએ. આવડા નાના બચ્ચાને ભગવાને આવું દુઃખ શીદ આપ્યું!'
મહેશભાઈ આમ તો બોરિયા બકલ વેચવાનું કરે. અમદાવાદના બારેજમાં એ રહે. હર્ષીલ મહિનાનો થયો ને એને આ તકલીફ શરૃ થઈ બસ ત્યારથી એ કે છે ધરાઈન ધાન નથી ખાધુ. ઉછીના પાછીના લાવીને એની દવા કરાવવા મહેશભાઈએ કોશીશ કરી. એમનો ધંધો બંધ થઈ ગયો. હર્ષીલનો બાપ સામાનના પોટકા ઉપાડવાનું કરે ને દરરોજના 200 થી 250 કમાય એમાં ઘર ચાલે. પહેલાં ખાનગી હોસ્પીટલમાં હર્ષીલને દવા માટે લઈ ગયેલા. પણ ત્યાંનો ખર્ચ તો કોને પોષાય. અમને ખ્યાલ આવતા અમે સીવીલમાં દવા માટે પ્રોત્સાહન આપ્યું ને જ્યાં જરૃર પડે ત્યાં મદદ માટે ખડે પગે રહીશું નું કહ્યું.
સીવીલમાં સારવાર શરૃ થઈ પણ કેટલીક દવા બહારથી લાવવી પડે. જેનો ખર્ચ મહેશભાઈને ન પોષાય. અમે એ દવા માટે સમાજ સમક્ષ ટહેલ નાખીને એની ગોઠવણ થઈ ગઈ.
પ્રિય ક્રિષ્ણકાંત અંકલ, ઈન્દિરા આંટીએ આર્થિક મદદ કરી તો હીરેનભાઈએ મલમ મોકલ્યો. એ સિવાય પણ કેટલાય પ્રિયજનોએ નાની નાની મદદ કરી.
દવાના ખર્ચની જોગવાઈ હાલ પુરતી થઈ પણ એનું ઓપરેશન ઝટ થાય એમ ઈચ્છીએ. હાલ એનું વજન 6 કિ.ગ્રા. છે ડોક્ટર કહે 10 કિ.ગ્રામ વજન થાય પછી ઓપરેશન કરશે. પણ આવી પીડામાં દસ કિ.ગ્રામ વજન કેવી રીતે થાય?
ખેર હંમેશની જેમ પ્રભુ પ્રાર્થના હર્ષીલને ઝટ પીડ મુક્ત કરવા ને આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્નેહીજનનોનો આભાર.
સિવીલમાં અમારો કીરણ હર્ષીલ માટે ખડે પગે એના ભરોષે જ મહેશભાઈને અન્ય ઘણા સ્વજનો આવે છે ને ઓછા ખર્ચે તેમની સારવાર થાય છે..
સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત આ કાર્ય કરવા મદદ કરનાર આદરણીય શ્રી ક્રિષ્ણકાંત અંકલની આભારી છું. તેમના કારણે આવા ઘણા દર્દીઓને પીડા મુક્ત કરવામાં ક્યાંય નિમિત્ત બની શકીએ છીએ.

Comments