મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી તથા પરમ ભગવદીય લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણી શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા તે નિમિત્તે પ્રાર્થના સભા...

 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી તથા પરમ ભગવદીય લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણી શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા તે નિમિત્તે પ્રાર્થના સભા...




સ્વામી "સંત શિરોમણિ, સદ્‌ગુરુ, મહંત, કોઠારી, ટ્રસ્ટી" વગેરે પદોથી સુશોભિત હતા...


સેવાપરાયણતા, નિર્માનીપણું અને દાસત્વભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ : સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી

      જેમનાં દર્શનથી અંતરમાં શાંતિની અનુભૂતિ થતી, મધુર સ્મિત પામીને હૃદય પુલકિત થતું,  સદાય સૌમ્યમૂર્તિ એવા સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી સંવત ૨૦૭૭ ચૈત્ર વદ બારસ, તા. ૨૭-૪-૨૦૨૨ ને બુધવારે શ્રીજી મહારાજની મૂર્તિની સુખે સુખિયા થયા છે. 

       મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય સંસ્થાપક શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સંત શિરોમણી  સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામીને વિક્રમ સંવત ૨૦૨૦ના ભાદરવા સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે (તા.૨૧-૦૯-૧૯૬૪) દીક્ષા આપી હતી. એમની વ્યવહારકુશળતા અને ભક્તિપરાયણતા જોઈ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ.૧૯૬૫થી એમને શ્રી સ્વામિનારાયણ મંદિર- ભુજના મહંત પદે નિયુક્ત કર્યા અને ત્યારથી આજ સુધી ૫૭ (સત્તાવન) વર્ષ સુધી મહંતપદે રહીને સત્સંગની ખૂબ સેવા કરી. તેઓશ્રીનું અંગ અતિ દાસત્વભક્તિનું હતું. કોઈ પણ સેવા કરવા માટે સદાય તેઓ તત્પર રહેતા હતા. ‘શ્રી ઘનશ્યામ બાગ’, ‘શ્રી અબજી બાપાશ્રી ઉદ્યાન’, વેદરત્ન આચાર્ય શ્રીપુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજ સ્મૃતિ વન’ વગેરે એમની દાસત્વભક્તિ દર્શાવતા શારીરિક સેવાનાં ઉત્તમ ઉદાહરણો છે.

   શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના કેન્દ્ર સ્થાન મણિનગરમાં વર્ષો સુધી કોઠારી તરીકે નિર્માનીપણે ઉત્તમ સેવા કરી છે. મોટા મોટા ઉત્સવ – સમૈયામાં લાખો ભક્તોની રસોઈની જવાબદારી કુશળતાથી અને નમ્રતાપૂર્વક નિભાવી. એમણે સેવા-ભક્તિથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિય સ્વામીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી. 

     શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી, મહંત, કોઠારી વગેરે અનેક પદો શોભાવ્યા, છતાં એવા નિર્માની કે આ પદનો ક્યારેય કોઈને ખ્યાલ સુદ્ધાં આવવા ન દીધો. આબાલવૃદ્ધ સૌ પર હંમેશાં એમણે હેતની હેલી કરી. 

સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામીનું જીવન દર્શન કરતાં  શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃતવચનોની સ્મૃતિ તાજી થાય છે : “સંત જાણજો  મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે...”  

વળી, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ટ્રસ્ટી પરમ ભગવદીય લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણી પણ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની મૂર્તિના સુખે સુખિયા થયા તેમની પ્રાર્થના સભા પણ આજરોજ રાખવામાં આવી હતી. મહિમા ગાન, ધૂન, કીર્તન, પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યક્રમ યોજાયા હતા.

   સદ્‌ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી તથા પરમ ભગવદીય લાલજીભાઈ ભીમજીભાઈ સંઘાણીને શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, પ્રેમમૂર્તિ સ્વામીશ્રી અને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ વધુ ને વધુ મૂર્તિ સુખ અર્પે એ જ પ્રાર્થના.












Comments