શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ - બુઢણાનો 36મો સ્નેહમિલન સમારોહમાં ત્રિવિધ કાર્યક્રમ સાથે યોજાયો . યુવા પ્રતિભા સન્માન, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું;

શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ - બુઢણાનો 36મો સ્નેહમિલન સમારોહમાં  ત્રિવિધ કાર્યક્રમ સાથે યોજાયો 

શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળ દ્વારા બુઢણા ગામના 36મા સ્નેહમિલન સમારોહનું આયોજન સરથાણા મુકામે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા પ્રતિભા સન્માન, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું; જેમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે  શ્રી પટેલ યુવા પ્રગતિ મંડળના સ્થાપક શ્રેષ્ઠી તરીકે શ્રી જીવરાજભાઈ માધવજીભાઈ ધામેલિયા અને વિનુભાઈ પોપટભાઈ તેજાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં શ્રી તુલસીભાઈ સવાણી, ભીમજીભાઈ ધામેલિયા, હિંમતભાઈ બેલડિયા, શ્રી વિજયભાઈ ધામેલિયા, શ્રી અનુભાઈ તેજાણી, સામાજિક અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા અને મોટિવેટર ટ્રેનર શ્રી રાજીવ ભલાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

સ્નેહમિલન સમારોહના ભોજનખર્ચના દાતા શ્રી વિજયભાઈ શંભુભાઈ ધામેલિયાને “વતનનું રતન”  સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું  અને શ્રી ભરતભાઈ શંભુભાઈ ધામેલિયાનું  સન્માન કરવામાં આવ્યું તેમજ યુવા પ્રતિભાઓ : શ્રી સંદીપભાઈ મોતીભાઈ સવાણી (AIGR – સુરત જિલ્લા રજિસ્ટાર), શ્રી મિલનભાઈ રમેશભાઈ સવાણી (GST OFFICER – VAPI) અ‍ને શ્રી રાજેશકુમાર વશરામભાઈ ધામેલિયા ( રાજ્ય એવોર્ડી શિક્ષક)નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રવીણભાઈ કાળુભાઈ સવાણી શ્રી પ્રકાશભાઈ બાલાભાઈ સવાણીએ 37મા અને શ્રી અનુભાઈ તેજાણીએ 38મા સ્નેહમિલન સમારોહનું સૌજન્ય આપવાની ઘોષણા કરી હતી; આ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં બાલભવન થી 12 ધોરણ સુધીમાં ગામ ખાતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.  

આ પ્રસંગે બુઢણા ગામના સૌ વડીલો, યુવાનો અને બાળકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.  સૌના સહકારથી કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો હતો.











Comments