સરસ્વતી બાલવિહારમાં દફતરના ભારથી મુક્તિ અભિગમ

 સરસ્વતી બાલવિહારમાં દફતરના ભારથી મુક્તિ અભિગમ

આજ રોજ સરસપુર અમદાવાદ ખાતે આવેલ સરસ્વતી બાલવિહારના બાળકો દ્વારા ઇન્દ્રિય શિક્ષણ, જીવન વ્યવહાર, બૌધ્ધિક વિકાસ, સર્જનાત્મક પ્રવૃત્તિ અંતર્ગત દાર્શનિક પ્રવૃતિઓ લાઈવ રજુ કરવામાં  આવી હતી. આ દાર્શનિક કાર્યક્રમમાં બાલવિહારના 66 બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનાર દરેક બાળકને સરસ્વતી વિદ્યાલયની 1985ની બેચના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા લંચ બોક્સ અને વોટર બોટલ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોને પ્રોત્સાહન આપવા સંસ્થાના માનદ મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે, શ્રી કે ડી પટેલ, શ્રી મુકેશ પડસાળાની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકોની પ્રવૃતિઓને નિહાળવા હાજર મોટી સંખ્યામાં બાળકોના વાલીઓનો સરસ્વતી બાલવિહાર ના આચાર્યશ્રી જસુબેન પટેલ આભાર વ્યક્ત કરે છે. 






















Comments