પડસાળા નો ઇતિહાસ...

 સમસ્ત પડસાળા પરિવાર સુરત

સમસ્ત પડસાળા પરિવાર સુરત દ્વારા તા. 8-5-2022 ને રવિવાર સાંજે ખોડલધામ ફાર્મ, સરથાણા રોડ, સુરત ખાતે આયોજિત પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં પ્રાસંગિક પ્રવચનની એક ઝલકમાં પૂજ્ય હરદાસબાપુના પૌત્ર અને યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાખાના ઉપપ્રમુખ મુકેશ પડસાળા ઉર્ફે સાયકલિસ્ટ!....



પડસાળા નો ઇતિહાસ...
સમસ્ત પડસાળા પરિવાર સુરત દ્વારા તા. 8-5-2022 ને રવિવાર સાંજે ખોડલધામ ફાર્મ, સરથાણા રોડ, સુરત ખાતે આયોજિત પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં એક દીકરીએ પડસાળાનો ઇતિહાસ કહેતાં કહ્યું કે સુરત પાસેના પલસાણા ગામમાંથી વર્ષો પહેલાં કુળગુરુ સાથે 6 પરિવાર ચાલતાં ચાલતાં પહોંચ્યા તારાપુર જ્યાં કુળગુરુની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ તારાપુરમાં જ રોકાઈ ગયા અને બાકીના 6 ભાઈઓના પરિવાર આગળ હાલ્યા ને પહોંચ્યા હરસુર રાજાની શરણે (હાલમાં જે ગામ છે હરસુરપુર દેવળીયા) આ રાજા એ અલગ અલગ 6 ગામોમાં આશરો આપ્યો. તેમાં કડવાબાપાના પરિવારને હરસુરપુર દેવળીયામાં રોક્યા. આ કડવાબાપાના પરિવારના વંશજ વેલજીબાપાનો પરિવાર 4 દીકરા હરદાસ, મોહન, સવજી, નાનજી ને 2 દીકરીઓ ગોદાવરી અને કાશી ને લઇ હાલ્યા ગંગામાંના પિયર નાના રાજકોટ, બસ ત્યારથી આ પરિવારનું વતન કહેવાણુ નાના રાજકોટ. આ પરિવારના મોટા દીકરા હરદાસે 1926માં અમદાવાદમાં આવીને સેવાનો ભેખ ધારણ કરીએં સંત પુરુષ તરીકે પુજાયા ને હરદાસબાપુ ના હુલામણા નામે દેશ વિદેશમાં જાણીતા થયા. લેઉવા પાટીદારમાં ભોજલરામબાપા પછી બીજા સંત થઇ ગયા તે હરદાસબાપુના મોટા દીકરા પરસોત્તમના
મોટાદીકરા હરેશભાઈના દીકરા પરિમલના દીકરા તીર્થ અને હેનિલ ને ગણીને ચાલીએ તો 11 પેઢીના નામ કંઠસ્થ છે જેમ કે...
1. તીર્થ 2. પરિમલ 3. હરેશ 4. પરષોત્તમ 5. હરદાસ 6. વેલજી 7. આણંદ 8. માંડણ 9. ડાયા 10. કેશવ 11. રૂડા

Comments