ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૫ મી પ્રાગટ્ય જ્યંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

 ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં, શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૫ મી પ્રાગટ્ય જ્યંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...

શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં પાવન ચરણોથી ગુજરાતની ધરા પાવન બની હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિચરણના પ્રતાપે અનેક  મુમુક્ષુઓ પાવન થયાં. એમાંનું એક ગામ તે અસલાલી. જે અમદાવાદ મહાનગરથી બાર કિલોમીટર દૂર વસેલું છે. આ અસલાલી ગામમાં સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદ બીજ, તારીખ ૯/૪/૧૮૨૬ ને રવિવારે શ્રીજીમહારાજના પાવન પગલાં પણ થયા હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અને જીબાબા ગૃહે, પુત્રરૂપે પ્રગટ થયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી, વચનામૃતના આચાર્ય સદ્‌ગુરુ

શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા. સંવત ૧૯૨૩ની વૈશાખ વદ ચોથ, તારીખ ૨૨/૫/૧૮૬૭ ને બુધવારે પ્રાગટ્ય થયું અને પૃત્રરત્નનું નામાભિધાન બહેચરભાઈ કર્યું.   સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ અમથા ભગતને કહ્યું કે, શ્રીજીમહારાજ આ બહેચર દ્વારા ઘણાં મોટાં મોટાં કાર્ય કરશે. 

સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાએ સંવત ૧૯૪૬માં શ્રી બહેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપી "શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી" એવી શુભ નામ ધારણ કરાવ્યું. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રી સ્વયં શ્રીજીસંકલ્પસ્વરૂપ હતા છતાં શિષ્ય તરીકેની અનુકરણીય સમજણ દર્શાવતા સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપાની સેવામય પ્રવૃત્ત થયા. 

સદ્‌ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીને સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીનો હાથ સોંપે છે. 

આ ઐતિહાસિક મહાન પર્વના પાવનકારી દિવસ સંવત ૨૦૭૮, વૈશાખ સુદ  - ૪ , તા. ૧૯/૦૫/૨૦૨૨ ને ગુરુવારના શુભ દિને, ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી  મહારાજની અનુજ્ઞાથી મોટેરા સદ્ગુરુ સંતો સદ્‌ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, સદ્‌ગુરુ શ્રી  સર્વેશ્વરદાસજી સ્વામી, 

સદ્‌ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ નીડર સિદ્ધાંતવાદી સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાના પ્રાગટ્યનું મહિમાગાન, પૂજન, અર્ચન કરી નીરાજન - આરતી ઉતારી હતી અને  દેશ-દેશ હરિભક્તોએ દર્શનનો અણમોલો લહાવો લીધો હતો.











Comments