ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ જિમ્નાસ્ટિકમાં ધામેલિયા બહેનોએ જ્વલંત સિદ્ધિ મેળવી.

 ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ જિમ્નાસ્ટિકમાં ધામેલિયા બહેનોએ જ્વલંત સિદ્ધિ મેળવી.

વિશાખાએ એક ગોલ્ડ અને એક બ્રોંઝ તેમજ ઈશિતાએ એક બ્રોંઝ મેડલ મેળવ્યો

ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની જિમ્નાસ્ટિક સ્પર્ધાનું આયોજન શ્રી સી.એ. પટેલ લર્નિગ ઇંસ્ટિટ્યૂટ – મોટા ફોફળિયા, તા. શિનોર, જિ. વડોદરા મુકામે તા.24-05-2022 થી 26-05-2022 સુધી કરવામાં આવ્યું હતું.

તેમાં એમ.એસ. યુનિવર્સિટી – વડોદરામાં અભ્યાસ કરતી વિશાખા રાજેશકુમાર ધામેલિયાએ ઓપન વિભાગમાં ભાગ લઈને અનઇવન બારમાં ગોલ્ડ અને વોલ્ટિંગ ટેબલમાં બ્રોંઝ મેળવ્યો. અસ્પાયર પબ્લિક સ્કૂલ – સુરતમાં ધોરણ -12મા અભ્યાસ કરતી ઈશિતા રાજેશકુમાર ધામેલિયાએ બેલેંસિંગમાં બ્રોંઝ મેડલ મેળવ્યો. આમ, બંને બહેનોએ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવીને પરિવારનું તેમજ શાળા – કૉલેજનું ગૌરવ વધાર્યું છે.

ધામેલિયા બહેનો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.  વિશાખાએ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ મળીને અત્યાર સુધીમાં 135થી મેડલ મેળવ્યા છે. રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે અપાતો જયદીપસિંહજી જુનિયર ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ઈશિતાએ રાજ્ય કક્ષાએ 42 મેડલ પ્રાપ્ત કર્યા છે. બંને દીકરીઓને ધામેલિયા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવે છે.





Comments