નૈનિતાલ નેચર કેમ્પમાં જઈ રહેલા અમદાવાદ શહેરના બહેરા મૂંગા વિદ્યાર્થીઓને શુભેચ્છા

 નૈનિતાલ નેચર કેમ્પમાં જઈ રહેલા અમદાવાદ શહેરના બહેરા મૂંગા વિદ્યાર્થીઓને શુભેચ્છા

        યુથ હોસ્ટેલ્સ બાપુનગર દ્વારા તા. 11 થી 21 મે દરમ્યાન યોજેલ આશ્રમ રોડ સ્થિત બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓનો નૈનિતાલ ખાતે નેચર કેમ્પમાં ભાગ લઇ રહેલા 23 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને પહેલ ફાઉન્ડેશન વતી ભરતભાઈ દ્વારા ટીશર્ટ અને કમલેશભાઈ દ્વારા સ્પોર્ટ્સ કેપ ભેટ તરીકે પુરસ્કાર આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને ટ્રેકિંગ કેમ્પ દરમ્યાન ઉપયોગમાં આવશે. સંસ્થાના શિક્ષક અને લીડર મહેન્દ્રભાઈ સંઘપાલ અને યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ મુકેશ પડસાળા એ બંને સહયોગી દાતાઓનો આભાર માન્યો હતો.








Comments