વડોદરા સાઇકલિંગ ક્લબના 10 વર્ષ પૂર્ણ કર્યા નિમિતે એક રાઈડનું આયોજન

 વડોદરા સાઇકલિંગ ક્લબના 10 વર્ષ પૂર્ણ કર્યા નિમિતે એક રાઈડનું આયોજન 

        આજે વડોદરા સાઇકલિંગ ક્લબના 10 વર્ષ પૂર્ણ કર્યા છે તે નિમિતે 5km એક રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રાઇડમાં 57 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. શ્રી સુનિલભાઈ પંડિતની આગેવાની હેઠળ યોજાયેલ આ રાઇડમાં તમામનો સારો સહયોગ મળ્યો તેમજ શ્રીમતી પંડિતનો મળેલ સમર્થન માટે વિશેષ આભાર અકલ્પનીય વર્ષો સફળતાપૂર્વક સંપન્ન થવા માટે તમામ સાયકલ વીરોને જેટલા ધન્યવાદ આપીએ તેટલાં ઓછાં છે.કારણ કે કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરવી અઘરી નથી પરંતુ સાતત્યપૂર્ણ ચલાવવી ખૂબ જ અઘરી. છે અને તેમાં આ તમામ સાયકલવીર ખરા ઉતર્યા છે તે બદલ ગુજરાત રાજ્ય શાખા તરફથી આયોજકો અને પાર્ટીસિપેન્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 





Comments