નિ:શુલ્ક અંતિમ યાત્રામાં દિવંગત સ્વજનને મુક્તિધામ સુધી અવિરત સેવા યજ્ઞ...બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ
અનંત યાત્રાના પ્રવાસીને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં *શાંતિરથ* નામ ઓળખ સાથે નિ:શુલ્ક અંતિમ યાત્રામાં દિવંગત સ્વજનને મુક્તિધામ સુધી અવિરત સેવા યજ્ઞ ને આજે 10 વર્ષ પૂર્ણ થયા અને આ ભગીરથ સેવાકાર્યના આજ દિન સુધીમાં આશરે ૧૨૦૦૦ બાર હજાર થી વધુ સ્વર્ગસ્થ જીવાત્માનો વાહિની રૂપે અંતિમધામ સુધી પહોંચવા કોઈપણ પ્રકારની ચૂક વગર અને કોઈ પણ પ્રકારની લેણદેણની ચૂકવણી વગર માત્ર જન સેવાના અભિગમ થી પૂર્વ અમદાવાદના વિસ્તારમાં બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ વર્ક દ્વારા અતિ પવિત્ર સેવા 11 મા વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે આપ સૌના આશિષ સદા મળતાં રહે એ ભાવ સાથે આ પ્રવૃતિમાં આપ સૌના સૂચન માર્ગદર્શન આપતાં રહી ઉપકારક બનશો એ જ ભાવના સાથે વંદન...
Comments
Post a Comment