ધામેલિયા ઈશિતા અને વિશાખાને રોટરેક્ટ ક્લબ ઑફ સુરત - ઇસ્ટ દ્વારા "યુવા પ્રેરણામૂર્તિ" ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.


 ધામેલિયા ઈશિતા અને વિશાખાને રોટરેક્ટ ક્લબ ઑફ સુરત - ઇસ્ટ દ્વારા "યુવા પ્રેરણામૂર્તિ" ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.
    રોટરેક્ટ ક્લબ ઑફ સુરત -ઇસ્ટ દ્વારા સરદાર સ્મૃતિ ભવન - વરાછા ખાતે યોજાયેલ "યુવા પ્રેરણામૂર્તિ" ઍવૉર્ડ  સમારોહમાં ધામેલિયા ઈશિતા અને વિશાખાનું સામાજિક અગ્રણી શ્રી હિંમતભાઈ ધોળકિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બંને દીકરી રાજ્ય કક્ષાના કેમ્પમાં રાજપીપળા ખાતે હોવાથી આ સન્માન તેમના માતાપિતાએ સ્વીકાર્યું હતું.

તાજેતરમાં રાજપીપળા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં  વિશાખા રાજેશકુમાર ધામેલિયાએ ઓપન વિભાગમાં ભાગ લઈને અનઇવન બારમાં ગોલ્ડ અને વોલ્ટિંગ ટેબલમાં બ્રોંઝ મેળવ્યો. અસ્પાયર પબ્લિક સ્કૂલ – સુરતમાં ધોરણ -12મા અભ્યાસ કરતી ઈશિતા રાજેશકુમાર ધામેલિયાએ બેલેંસિંગમાં બ્રોંઝ મેડલ મેળવ્યો. આમ, બંને બહેનોએ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવીને પરિવારનું તેમજ શાળા – કૉલેજનું ગૌરવ વધાર્યું છે.

  ધામેલિયા બહેનો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.  વિશાખાએ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ મળીને અત્યાર સુધીમાં 135થી મેડલ મેળવ્યા છે. રાજ્ય કક્ષાએ રમતગમત ક્ષેત્રે અપાતો જયદીપસિંહજી જુનિયર ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ઈશિતાએ રાજ્ય કક્ષાએ 42 મેડલ પ્રાપ્ત કર્યા છે. બંને દીકરીઓને ધામેલિયા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવે છે.

Comments