"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસરમાં બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર આયોજિત બાળ સંસ્કાર જીવન ઘડતર શિબિર યોજાઈ...
"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર ઘોડાસરમાં બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર આયોજિત બાળ સંસ્કાર જીવન ઘડતર શિબિર યોજાઈ...
દરેક માતા પિતાની ફરજ છે કે બાળકને સંસ્કારી બનાવવી અને જીવન ઘડવાની. જન્મેલાં બાળકો મોટાં તો થાય જ છે, પણ તેમનામાં સંસ્કારોનું સિંચન કરવું એ ફરજ માબાપની છે. બાળકોને અન્ય કાંઈ આપો એ પહેલાં તમારો નિ: સ્વાર્થ પ્રેમ આપો. નાની સરખી ચોકલેટથી બાળક ક્ષણિકવાર માટે રાજી થઇ જશે, પરંતુ નિઃસ્વાર્થ પ્રેમના મહાસાગરથી બાળકને ભીંજવી દેશો તો રાજી રાજી થઈ જશે. એવો આપણ સર્વેને આપણી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાએ નિ: સ્વાર્થ પ્રેમ આપ્યો છે.
સાચા અર્થમાં બાળકોમાં સંસ્કારનું સિંચન કરી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, બાપા, સ્વામીબાપા, વેદરત્નબાપા અને પ્રર્વતમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજના સાચા સત્સંગી બની જીવન ધન્ય બનાવી શકાય.
"શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" અંતર્ગત તારીખ 12 જૂન 2022 ના રોજ બાળકોના જીવન ઘડતરની એક શિબિરનું આયોજન વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ વિભાગના ૧૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. શિબિરમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન અને આર્ટ ઓફ લિવિંગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોને શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને પ્રેમમૂર્તિ બાપાની પ્રીતિ અને નીતિ મુજબ જીવન આદર્શ બનાવવાની રીત શીખવવામાં આવી હતી. બાળકોને સ્કૂલ બેગ, નોટબુક, પુસ્તક, પેન આપવામાં આવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરથી સદ્ગુરુ શાસ્ત્રી શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી સર્વપ્રિયદાસજી સ્વામી સહિત વાલીઓ, શિક્ષકો, સંચાલક તેમજ બાળકોને માર્ગદર્શન પ્રોત્સાહન અને ઇનામ આપવા માટે પધાર્યા હતા.
Comments
Post a Comment