પૂજ્ય હરદાસબાપુની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે યોજેલ સફળ રક્તદાન શિબિર
અમદાવાદ શહેરના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના ૧૨૦૦થી વધુ થેલેસેમિયાપીડિત બાળ દર્દીઓને રેડક્રોસ આજીવન આ રીતે શિબિર કરીને નિયમિત રૂપે વિના અવેજી તેમજ વિનામૂલ્યે બાળકોના નિષ્ણાત ડોક્ટર દ્વારા તેમની જરૂરીયાત મુજબ દર ૧૫ થી ૨૦ દિવસે રક્ત ચઢાવિને નવું જીવન આપી રહેલ છે. રેડક્રોસની આ માનદ સેવાના ભાગરૂપે ૧૯૩૨માં સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના સ્થાપક અને આઝાદી પહેલા ૧૯૪૧ થી ૧૯૪૭ દરમ્યાન ૩ વખત અમદાવાદ સુધરાઈમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ સમાજ સેવાના આજીવન ભેખધારી પૂજ્ય હરદાસબાપુની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે પટેલવાડી(એસી હોલ), બાપુનગર, અમદાવાદ ખાતે તા.૧૨-૬-૨૦૨૨, રવિવારના રોજ યોજેલ રક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ ૩૦ રક્તદાતાઓનું વિવિધ ભેટ અને પ્રમાણપત્ર આપીને અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આયોજક બંને સંસ્થાના પ્રમુખ કાર્યકર્તા દિલીપભાઈ કોઠીયા અને મુકેશ પડસાળા એ આજની શિબિરમાં રક્તદાન કરીને અન્ય 28 રક્તદાઓની સાથે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શિબિરના સહયોગી પ્રાઈમ સેવા ગ્રુપ, પહેલ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, પ્રાઈમ મોબાઈલ, જય વિઝન મોબાઈલ, હિલટાઉન ગ્રુપ, પાર્શ્વનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, શિવાંતા બિલ્ડકોન, રેડક્રોસ સોસાયટી, પ્રેસ-ટીવી મિડીયા તેમજ શુભેચ્છક સ્નેહીમિત્રો સૌેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ
ના તમામ ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યશ્રીઓ
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા, બાપુનગર
Comments
Post a Comment