રાજ્ય કક્ષાએ રમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ વિશાખા અને ઈશિતાનું સમસ્ત ધામેલિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું
રાજ્ય કક્ષાએ રમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ વિશાખા અને ઈશિતાનું સમસ્ત ધામેલિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું
નિયમિત રીતે જીવન ઘડતર શિબિર યોજવાથી સાંપ્રત પ્રશ્નોનું મહદંશે નિરાકરણ લાવી શકાય.
– રાજેશ ધામેલિયા
સુરતમાં વસતા 136 જેટલા ગામના ધામેલિયા પરિવારનો 22મો પંચામૃત સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર અને પરિવારમાં યોગદાન આપનાર અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ વિશાખા અને ઈશિતાનું સમસ્ત ધામેલિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.વિશાખા રાજેશકુમાર ધામેલિયાએ ઓપન વિભાગમાં ભાગ લઈને અનઇવન બારમાં ગોલ્ડ અને વોલ્ટિંગ ટેબલમાં બ્રોંઝ મેડલ તેમજ ઈશિતા રાજેશકુમાર ધામેલિયાએ બેલેંસિંગમાં બ્રોંઝ મેડલ મેળવ્યો હતો. આમ, બંને બહેનોએ રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.
દીકરીઓના સન્માન બદલ આભાર વ્યક્ત કરતા રાજેશ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રશ્નો, યુવાનોના વ્યસન કે રહેણીકરણીના પ્રશ્નો તેમજ પરિવારમાં કુસંપ વગેરે અનેક પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. બાળકો, યુવાનો અને નવદંપતીઓને જીવન ઘડતર શિબિરનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે તો આવા પ્રશ્નોનું મહદંશે નિરાકરણ લાવી શકાય તેમ છે. આવી શિબિરનું આયોજન કરવામાં આવે તો હું હંમેશાં સેવા કરવા – નિ:શુલ્ક માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહીશ.”
Comments
Post a Comment