સમસ્ત પડસાળા પરિવાર વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
સમસ્ત પડસાળા પરિવારનો વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 19/06/22 ના રોજ માતૃશક્તિ સોસાયટીની વાડી, પુણાગામ, સુરત ખાતે ધોરણ 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે યોજાઈ ગયો. પ્રોફેશનલ શિક્ષકો દ્વારા આ કાર્યક્રમમાં 250 થી વધુ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતીગાર કરવામાં આવ્યા. વિશિષ્ઠ તજજ્ઞો દ્વારા જરૂરિયાત મુજબ પ્રોજેક્ટર પર સ્લાઈડ બતાવીને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. સુંદર મજાના વાતાવરણમાં વિદ્યાર્થીઓએ ચાર કલાક જે રીતે માર્ગદર્શન મેળવ્યું એ કાર્યક્રમની સફળતાની આ તસવીરો છે. સેમિનારમાં વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવા આવેલા તજજ્ઞોનું પરિવારના સક્રિય સભ્યો દ્વારા બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમિનારની સમગ્ર આયોજક ટીમના કન્વીનર અને સ્વયંસેવક મિત્રોને સેમિનારની ભવ્ય સફળતા બદલ અભિનંદન!
Comments
Post a Comment