આજે ફાધર્સ ડે... આજનો ડે ઇંગ્લીશમાં જ સારો લાગે! ગુજરાતીમાં પીતા દિન કે બાપુજી દિન કેવું લાગે!
વાત માંડુ...
વર્ષો પહેલા ગામડે કોઈ સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોય ત્યારે ન જઈ શકાય તો અમદાવાદથી બીજા જતાં હોય તેની સાથે ચાંલ્લો ₹ 11, 21 કે શુકનનો આંકડો મોકલાવીને વ્યવહાર સાચવવામાં આવતો. આજે ચાંલ્લો ગયો ને વ્યવહાર ગયો! કોઈ બદ ઈરાદાથી નહીં પણ કદાચ જેની સાથે ચાંલ્લા ની રકમ મોકલી હોય તે લખાવતા ભૂલી જાય ત્યારે સંબંધ બગડવાની વકી રહેતી. આવા સંજોગો ઉભા ન થાય તે માટે મારા બાપુજી હંમેશા ચાંલ્લો મનીઓર્ડરથી મોકલતાં. બસ આવી જ રીતે મને સોંપ્યું એક ચાંલ્લો મનીઓર્ડર કરવાનું મોટા આંકડિયા! તે સમયમાં તેઓ ગુજરાત યુનિવર્સિટી પ્રેસમાં નોકરી કરતાં. તે સમય પાલન અને સત્યના આગ્રહી હતા. સાંજે ઉઘરાણી કરી કે મૂકા કર્યું મનીઓર્ડર? મેં કહ્યું હા બાપુજી પણ પહોંચ ક્યાંક મુકાઈ ગઈ છે. હું ખોટું બોલ્યો! બીજે દિવસે મનીઓર્ડર કરી આવ્યો. રાત્રે બાપુજી ગુસ્સામાં હતા અને બોલ્યા કેમ ભાઈ તું તો કાલે કર્યાયોતો ને! મેં કહ્યું તમને કેમ ખબર પડી કે મેં આજે મનીઓર્ડર કર્યો છે? તો બોલ્યા કે પોસ્ટઓફિસથી એક ભાઈ ઘરે આવ્યા હતા ને કે'તાતા કે તમારો છોકરો મારા સો રૂપિયા લઈ ગયો! શું છે આ બધું? મેં કહ્યું કે બાપુજીહું આજે પોસ્ટઓફિસ ગયો હતો મનીઑર્ડર માટે 100 રૂપિયા આપ્યા તો કહે છુટા લાવો રૂ 51 રકમ અને કમિશન રૂ. 2 (અત્યારે યાદ નથી કમિશન કેટલું હતું.) મેં ઉપરના 3 રૂપિયા છુટા આપ્યા તો કહે લે 100 રૂપિયા 53 છુટા આપ. હું ગુસ્સે થઈને છુટા લઈને આવીને આપ્યા. મનીઓર્ડર સ્લીપ બનાવી ને મને 100 રૂપિયા પાછા આપ્યા મેં દાઝમાં લઇ લીધા.(મનમાં મને અનામતની પણ દાઝ હતી!) બાપુજી બોલ્યા કે આ પૈસા તેને જોડવાના આવશે તું કાલે પાછા આપ્યાવજે. બીજે દિવસે ગયો 100 રૂપિયા પાછા આપ્યા અને કીધું પણ ખરાં કે હું તમને 3 રૂપિયા છુટા આપતો'તો પછી મને તમારે 50 રૂપિયા આપી દેવા'તા ને ! બસ ત્યારથી આજદિન સુધી દાઝમાં પણ કોઈનો રૂપિયો ખોટો કર્યો નથી. "આવા હતા મારા બાપુજી જેમણે મને જીવનમાં પ્રામાણિકતાની પુંજી આપી ને ગયા!"
Comments
Post a Comment