બાળકમાં સંસ્કાર ઘરેથી મળે એટલા કોઈ ધર્મગુરુઓ નહિ આપી શકે !

 માંડીને વાત કરું...

પટેલવાડી બાપુનગર ખાતે શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા ઘણાં વર્ષોથી વિધવાના કુટુંબ માટે અનાજ અને સંતાનોના માટે શૈક્ષણિક સહાય અપાઈ રહી છે. તે અંતર્ગત સહાય આપતાં પહેલા વિધવા બહેનની ઘરે જઈને સર્વે કરવામાં આવે છે. સમગ્ર સેવા પ્રકલ્પ માટે યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયેલા છે. ગઈકાલે  હું અને મારા સાથી કમલેશભાઈ એક આવા સર્વે દરમ્યાન એકના એક ભાઈના મૃત્યુ બાદ વિધવા માતાની સામે બે દીકરીઓમાંથી એક પરિણીત દીકરીએ જમીનમાં ભાગ માટે કોર્ટમાં કેસ કર્યો છે. આક્રંદ સાથે આ બેબસ મહિલા બોલી કે અમારા ઘરમાં વર્ષોથી આ ગુરુ બનાયા છે જેના કારણે અમે ટકી શક્યા છીએ . તો પણ લોકો વાતો કરે છે કે તમારા જેવા સંસ્કારી કુટુંબમાં આવી દીકરીઓ ક્યાંથી? મેં વાતને હળવાશમાં લેતા કહ્યું કે સુરત અને અમદાવાદમાં થોડોક ફર્ક છે. અહીં અમદાવાદમાં મૉટે ભાગે બાપ અવારનવાર સમય કાઢીને સંતાન પાસે બેસે છે. વાત કરે છે. જયારે અમદાવાદીને કંજૂસ કહેનારી સુરટી પિતા પૈહા કમાવવામાં જાજો સમય આપતો હોય છે. કદાપિ સંતાન પાસે બેસવાનો સમય હોતો નથી. બાળક વસ્તુ માંગે તો અમદાવાદી મોટાભાગે લઈને આપે જયારે સુરતમાં મોટેભાગે પૈહા આપી દે. કે આપણે છુટા ! બાળકમાં સંસ્કાર ઘરેથી મળે એટલા કોઈ ધર્મગુરુઓ નહિ આપી શકે ! 





Comments