ઇન્ડિયા કોલોની ચાર રસ્તા બ્રિજની સામે રીક્ષા સ્ટેન્ડ પર કાયમી દબાણો

 ઇન્ડિયા કોલોની ચાર રસ્તા બ્રિજની સામે રીક્ષા સ્ટેન્ડ પર કાયમી દબાણો 

શાસ્ત્રી માર્ગ બાપુનગર પર આવેલ ઓવર બ્રિજની નીચે વાહનો માટે પે એન્ડ પાર્કિંગની સુવિધા એએમસી દ્વારા કરવામાં આવી છે. વાહનોની સાથે થઇ રહેલ અન્ય દબાણોની સામે આંખ મિચામણાં થઇ રહ્યા છે. તેની સામે રોડ ઉપર નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરેલા વાહનો ગણતરીની મિનિટોમાં ટોઇંગ કરવામાં આવી રહ્યા છે. તેમજ રાહદારીઓને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ પર ચડાવેલ વાહનો ટોઇંગ કરવામાં નથી આવતાં ! આ નો પાર્કિંગ જગ્યામાં ફાળવેલ રીક્ષા સ્ટેન્ડ પર ફેરિયાઓ લારીઓ લઈને બિન્દાસ ઉભા રહી શકે છે. ટોઇંગ સ્ટાફ કહે કે આ અમારામાં ન આવે. તેની સામે પોલીસ અને એએમસી દ્વારા સયુંકત એકશન લેવા માટે ઉભી કરેલી જેટ ક્યાંય ખોવાઈ ગઈ છે. દબાણ હટાવવાની ગાડી ક્યારેક દેખાય છે એ આવે તે પહેલા આ ફેરિયાઓ પાસે આગોતરા માહિતી મળતી હોય તેમ ત્યાંથી થોડો સમય હટી જાય છે. "જેવી દબાણની ગાડી ગોન એવી જ લારીઓ ઓન"  બ્રિજની સામે આવેલા કોમ્પ્લેક્સના વહેપારીઓ કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, જીએસટી, ગુમાસ્તા ધારો, ઈન્ક્મ ટેક્સ વગેરે ભરે છે તેની સામે ખરીદી માટે આવતા ગ્રાહકો જે આરટીઓ અને એએમસી રોડ ટેક્સ ભરતાં હોવા છતાંય ફ્રી પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી તેઓ રોડની સાઈડમાં પાર્કિંગ નથી કરી શકતા જયારે કોઈપણ જાતના ટેક્સ ભરતાં નથી એવા લારી ગલ્લાં વાળા બિન્દાસ આ રોડ સાઈડ ઉભા રહે છે. રોડ ઉપરનું આ દબાણ કાયમી ધોરણે હટાવવાની માંગ વહેપારી આલમ કરી રહી છે. અન્યથા રોડ ઉપર એક લાઈનમાં વાહનો પાર્ક કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગણી તીવ્ર બની છે. 














Comments