અમે છાપરાંમાં રહીએ એટલે કદાચ પૈસા નહીં આપતા હોય. પણ તમે ભરોષો કર્યો

અમે છાપરાંમાં રહીએ એટલે કદાચ પૈસા નહીં આપતા હોય. પણ તમે ભરોષો કર્યો 

"બેન એક વખત હતો જ્યારે હું જૂનામાંથી લીધેલો છકડો ચલાવતો. એ છકડો બગડ્યો અને રીપેરીંગનો ખર્ચ મને 10,000 કહ્યો પણ એ વખતે મારી પાસે દસ હજાર નહોતા. વ્યાજવા મળે તો લેવા ગયો પણ વ્યાજ કમર તોડી નાખે એવું. છેવટે ધંધો મુકી મજૂરીયે લાગ્યો. પછી રીઝવાનભાઈ(VSSMના કાર્યકર જે ફોટોમાં જોઈ શકાય)ના સંપર્કમાં આવ્યો ને એમણે મને દસ હજારની લોન આપી.

છકડો રીપેર કરાવ્યો. મારો ધંધો ફેર શરૃ થયો.. બચતની શીખ પણ તમે આપી એટલે પછી જે કમાયો એમાંથી થોડા થોડા બાજુએ મુક્યા અને જુઓ આજે મારી પાસે મારો પોતાનો નવો છકડો 1,60,000 નો છે. મે લોન નથી કરાવી આખો છકડો રોકડેથી લીધો.
તમે જ્યારે જરૃર પડે અમને લોન આપો. આવું બેંકો નથી કરતી. અમે છાપરાંમાં રહીએ એટલે કદાચ પૈસા નહીં આપતા હોય. પણ તમે ભરોષો કર્યો"
ગાંધીનગરના દેલવાડાગામમાં રહેતા ગોવિંદભાઈએ આ વાત કહી. ચારેક વર્ષ પહેલાં ગોવિંદભાઈને મળેલી તે વખતના ગોવિંદભાઈ અને આજના ગોવિંદભાઈમાં ઘણો ફેર.
એમણે નવો છકડો લીધો. અમારી પાસેથી બીજી લોન લઈને ગાય - ભેંસ ખરીદ્યા અને પચાસ હજારની બચત બેંકમાં ભેગી કરી.
એ કહે, "આ બચત કરવાનું અમને નહોતું સમજાતું. જો પહેલાંથી રૃપિયો રૃપિયો બચાવ્યો હોત તો આજે અમારી પાસે પોતાનું ઘર હોત. મૂળ સમજણ નહોતી ને એટલે બસ ખાલી જીવ્યા. પણ તમે સમજાવ્યું ને આજે આ બધુ થયું"
ગોવિંદભાઈ પોતાનું સરસ ઘર બાંધવા બચત ભેગી કરે છે..
અમે આપેલી લોનના હપ્તા તો એ નિયમીત ભરે પણ એ સંસ્થાને સો - બસો રૃપિયા જેવી શક્તિ એવી ભક્તિરૃપે અનુદાન પણ આપે.
ગોવિંદભાઈની ઈચ્છા એમના છકડાં સાથેના ફોટોની તે એ પણ લીધો..
ગોવિંદભાઈ જેવા 5000થી વધુ માણસોને અમે મદદ કરી શક્યા છીએ VSSM સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી આ બધુ થયું..
આપ સૌનો ઘણો આભાર...
અમારી સેવાકીય પ્રવૃતિમાં મદદ માટે 90999-36013 પર 10 થી 6માં વાત કરી શકાય અથવા 90999-36013 પેટીએમ પણ કરી શકાય.

Comments