નિકોલ માં ભવાણી પરિવાર ના સ્વ શામજીભાઈ કુંવરજી નું દેહદાન કરવામાં આવ્યું
અમદાવાદ પૂર્વ ના નિકોલ વિસ્તાર ના પાટીદાર સામાજિક કાયૅકર શ્રી અશોકભાઈ ભવાણી ના પિતાશ્રી શામજીભાઈ નું તાજેતરમાં ૮૩ વર્ષ ની ઉંમરે દુઃખદ અવસાન થયું હતું, ત્યારે ભવાણી પરિવાર દ્વારા બે ખુબજ મહત્વ ના સામાજિક સુધારણા ના નિણૅયો કરી દરેક સમાજ ને નવો રાહ ચિંઘ્યો હતો,જેમાં તેઓ એ તેમના પિતાશ્રી શામજીભાઈ કુંવરજીભાઇ નું અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં "દેહદાન" કર્યું હતું,અને બીજું ખુબજ મહત્વનો અને દરેક સમાજ ને લાગે વળગે તેઓ "બારમું એટલે કે પાણીઢોળ" બંઘ રાખવાનો નિર્ણય કર્યો હતો,
આમ ભવાણી પરિવાર ના આ નિણર્ય ને પાટીદાર સમાજ તથા અન્ય સમાજ ના લોકો એ સહષૅ આવકાર્યો હતો.
Comments
Post a Comment