પરદેશની ઘેલછા ન કહેવાય પણ મહેચ્છા છે

પરદેશની ઘેલછા ન કહેવાય પણ મહેચ્છા છે  


નિકોલ મારા ઘરેથી બાપુનગર ઓફિસનું અંતર 7 કીમી છે હું પોતે સાયકલિસ્ટ છું વીકમાં 3 વખત સાયકલ લઈને જતો ને આવતો પણ રોડમાં છેલ્લા 5 વર્ષથી પડેલા 7સો થી વધુ ખાડા "ઓ માં" બોલાવી દે'તા તેથી બંધ કર્યું. બીજું મોટરસાયકલ અને મોટરકાર માલિકો સાયકલ સવારને બિચારો બનાવી દે. બીજું કે 99.99% જમણી બાજુ વળવાનું હોય ત્યારે શોર્ટકટ જ વાપરે છે તેથી સીધી લીટીમાં ચાલનારા વાહનચાલકો અટવાતા જોયા છે. આવતાં જતા પાર વગરના ઢોર આડા આવે તે નોખાં ! બીજું કે પેપર ફૂટવાના ને પૈસાના જોરે ઉચ્ચ ડિગ્રી મેળવવામાં કોઈ નાનપ નથી અનુભવતા. દેશને ચોક્કસ વિકાસ પંથે લઇ જવાની ખેવના રાખતાં દેશને ડીઝીટલ બનાવવા તનતોડ મહેનત કરે છે સામે છાશવારે સરકારે કરેલા કાર્યો ને મોટા મોટા હોર્ડિંગ લગાવીને રીતસરના ડીઝીટલ ઇન્ડિયાની ફજેતી ઉડાવી રહ્યા છે. વસ્તીના પ્રમાણમાં નેતાઓની મુલાકાત દરમ્યાન પ્રજાના રોડ કલાકો માટે બંધ કરીને મોટપ બતાવાઈ રહી છે. જાહેર ચોકમાં લાગેલ રાષ્ટ્રીય મહાપુરુષોની પ્રતિમા આગળ તોતિંગ હોર્ડિંગ લગાવિને ચારે બાજુથી ઢાંકીને ગૌરવ અનુભવે છે. જાહેર કાર્યક્રમ દરમ્યાન વગર મંજુરીએ જાહેર રોડ બંધ કરી દેવાની રીતસરની ફેશન ચાલી રહી છે. નો પાર્કિંગ રોડ પર 5 મિનિટ માટે ખરીદી કરવા આવેલ વાહનો પળવારમાં

ટોઇંગ કરી જવામાં આવી રહ્યા છે તે જ રોડ પર સવારથી રાત સુધી અડ્ડો જમાવીને બેઠેલા ફેરિયાઓ જાણે સરકારના જમાઈ હોય તેમ તેમને હટાવવામાં આવતા નથી. નિયમ છે ચાર રસ્તાથી 100 ફૂટ દૂર રીક્ષા કે બીજા વાહનો ઉભા રાખવા પણ તેનો છડેચોક છેદ ઉડી રહ્યો છે. બસ સ્ટેન્ડ અને રિક્ષાસ્ટેન્ડ આગળ ફેરિયાઓ રેંકડી બિન્દાસ ઉભી રાખે છે. દબાણની ગાડી આ રેંકડીઓ અને ઢોર ભરવા પહોંચે તે પહેલા હોટલાઇનથી મેસેજ પહોંચી જતા હોય છે. ! આવું ઘણું ઘણું છે મુખ્ય વાત કામનું વળતર યોગ્ય ના મળવું તેમજ દરેક કાર્યને સન્માનથી નજરથી જોવાતું નથી.
મારી ઉપરોક્ત વાતોમાં હું ખોટો પણ ઠરીશ... કારણ દરેકની નજર જુદી જુદી છે. આપણા દેશમાં વાંકા ચાલવા વાળા ત્યાં સીધાદોર થઈને ચાલે છે. ત્યાં ફોલોઅર વધુ છે અહીં એન્ટી ફોલોઅર વધુ છે









Comments