સમસ્ત વેજાણી પરિવારનો સાતમો સ્નેહમિલન સમારોહમાં વરાછા ખાતે યોજાયો

 સમસ્ત વેજાણી પરિવારનો સાતમો સ્નેહમિલન સમારોહમાં વરાછા ખાતે યોજાયો 

બાળકોમાં જે સંસ્કારોનું સિંચન કરવા ઇચ્છીએ તે આપણે પ્રથમ આચરણમાં મૂકવા પડશે. બાળકો આપણી વાતો પરથી નહીં, વર્તન પરથી શીખે છે.”- રાજેશ ધામેલિયા

    સુરતમાં વસતા સમસ્ત વેજાણી પરિવારના સાતમા સ્નેહમિલન સમારોહનું અનુરાધા સોસાયટી – વરાછા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
   સ્નેહમિલન સમારોહમાં પરિવારના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે શ્રી રાજેશભાઈ ધામેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આપણે બાળકોના શૈક્ષણિક પરિણામમાં સુધારો લાવવા કેટલીક કળા શીખવી જોઈશે. બાળકોમાં રહેલા ગુણોને ઓળખીને તેને બિરદાવીશું તો તે આપણી વાત સાંભળતા થશે. પછી તેને જે સલાહ આપીશું તેનો તે સ્વીકાર કરશે. સંતાનોને સંપત્તિ આપવાથી કે આપણી પાસે સંપત્તિ રાખવાથી સંતાનો વૃદ્ધાવસ્થામાં સાચવશે એ વિચાર ભૂલ ભરેલો છે. બાળકોને નિ:સ્વાર્થ પ્રેમ આપી, સંસ્કારોનું સિંચન કરવામાં આવશે તો આપણે વૃદ્ધાવસ્થામાં સન્માનપૂર્વક જીવી શકીશું.  બાળકોમાં જે સંસ્કારોનું સિંચન કરવા ઇચ્છીએ તે આપણે પ્રથમ આચરણમાં મૂકવા પડશે. બાળકો આપણી વાતો પરથી નહીં, વર્તન પરથી શીખે છે.”   
   જીવનમાં સુખી થવા સફળતા અને નિષ્ફળતા બન્નેનો સ્વીકાર કરવા તૈયાર રહેવું પડશે. ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ અને અનુપમ ખેરના જીવનપ્રસંગો દ્વારા આવાત પર પ્રકાશ પાડ્યો હતો.
 આ પ્રસંગે સ્નેહમિલન સમારોહના ભોજન ખર્ચના દાતા શ્રી પ્રશાંતભાઈ રામજીભાઈ – જસપરા, શ્રી અતુલભાઈ વિઠ્ઠલભાઈ – જસપરા અને શ્રી નિલેષભાઈ પ્રવીણભાઈ જસપરાનું તેમજ સતત સાત વર્ષથી સ્નેહમિલન સમારોહમાં પોતાનો કીમતી સમય ફાળવીને ઉપસ્થિત રહેનાર શ્રી રાજેશભાઈ ધામેલિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.








Comments