યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટનો આગિયાદર્શન (Firefly Show) નો કાર્યક્રમ


યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટનો આગિયાદર્શન (Firefly Show) નો કાર્યક્રમ

યુથ હોસ્ટેલ્સ બીલીમોરા યુનિટ દ્વારા ૧૮/૦૬/૨૦૨૨ના રોજ યોજેલ આગિયાદર્શન (Firefly Show) નો કાર્યક્રમ સફળ રહ્યો. ભેજવાળા વાતાવરણમાં ટમટમતા લાખો આગિયાઓએ આકાશ જાણે ધરતી પર ઉતરી આવ્યું હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. અબાલવૃદ્ધ સૌની ખુશી અને આશ્ચર્ય સમાતા નહોતા. ધરતી પર એકસરખી રીધમમાં પ્રકાશ છોડતા આગિયાઓ અને પહેલાં વરસાદ પછી ચોખ્ખા થયેલા આકાશમાં ચમકતા સપ્તર્ષિ-સિંહ-કન્યા-તુલા-વૃશ્ચિક વગેરેના તારલાઓ સૌને અવિસ્મરણીય અનુભવ કરાવી ગયા. Long Exposer સાથે લેવાયેલા બે-ત્રણ ફોટોગ્રાફ મિહિર રાવલે શેર કર્યા છે. 









Comments