અન્નદાનની એક નાનકડી પહેલ Food for Hunger વિષે થોડી વાત

અન્નદાનની એક નાનકડી પહેલ Food for Hunger વિષે થોડી વાત

    અન્નદાનની એક નાનકડી પહેલ Food for Hunger વિષે થોડી વાત આપ સૌને કરવી છે... દર રવિવારે અમારી રોટરી ક્લબ દ્વારા જીવરાજ મહેતા બ્રિજ નીચે લગભગ 200 જેટલા ગરીબ લોકોને અમે પોતાના હાથે ગરમ ભોજન ડિસ્પોઝેબલ ડિશેઝમાં પીરસવાનો આનંદ લઈએ છીએ. આ આનંદમાં તમે પણ સહભાગી થવા માંગતા હોવ તો તમારા જન્મદિવસ કે એનિવર્સરી કે માતા પિતાની પુણ્યતિથિ કે અન્ય કોઈ સેલિબ્રેશન નિમિત્તે આપ એ તારીખની નજીકનો રવિવાર અત્યારથી બુક કરાવી શકો છો. એક વખતનો ખર્ચ રૂ. 6500 થાય છે. 200 જેટલા લોકોને યોગ્ય રીતે ગરમ ભોજન પહોંચે અને તે પણ છોલે પુરી, શાક, ભાત, દાળ, શીરો વગેરે. આપને રસ પડે તો અમારો સંપર્ક કરશો. -ડૉ વિદુલા મુકેશ બાવિશી , પ્રેસિડેન્ટ, રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી 2022-23.










Comments