કિરણ વર્મા ભારતમાં લોહીની અછત કારણે કોઈ મૃત્યુ પામશે નહિ તેવી ચેલેન્જ સાથે કુલ 21000 કિમિ પથભ્રમણ કરશે.

કિરણ વર્મા ભારતમાં લોહીની અછત કારણે કોઈ મૃત્યુ પામશે નહિ તેવી ચેલેન્જ સાથે કુલ 21000 કિમિ પથભ્રમણ કરશે. 

કિરણ વર્મા એક એવું વ્યક્તિત્વ જે બીજા માટે જીવી જાણે છે, જેઓ દિલ્હીના રહેવાસી છે તેઓ હાલમાં ચાલતાં નીકળ્યા છે ભારત ભ્રમણ પર. જેઓ 31 ડિસેમ્બર 2025 પછી ભારતમાં લોહીની અછત કારણે કોઈ મૃત્યુ પામશે નહિ તેવી ચેલેન્જ સાથે કુલ 21000 કિમિ પથભ્રમણ કરશે. તાજેતરમાં વર્લ્ડ સાયકલ ડે 3 જૂન 2022 ના રોજ મંતવ્ય ન્યુઝ ચેનલ આયોજિત અંગદાન સાયક્લોથોનના દિવસે સાબરમતી રિવર ફ્રન્ટ પર કિરણ વર્મા સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષ 1990થી સતત રક્તદાન શિબિરો યોજીને અવ્વલ નંબરે રહી છે તે સંસ્થા યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા બાપુનગર યુનિટના ફાઉન્ડર સેક્રેટરી અને ગુજરાત રાજ્ય શાખાના ઉપપ્રમુખ મુકેશ પડસાળા ( કેમ્પઈન પેટ્રોન, અમદાવાદ રેડ ક્રોસ સોસાયટી). કિરણ વર્મા જ્યાં સુધી રક્તની અછતના કારણે બાળકનું મૃત્યુ થશે ત્યાં સુધી કાળા કપડાં જ પહેરશે. સલામ છે દેશના સપૂતને...











Comments