પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત 13મી પાણીની પરબ
પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબ દ્વારા સંચાલિત 13મી પાણીની પરબ (વોટર હટ) નું મણિનગર એ.એમ.ટી.એસ બસ ટર્મિનસ ખાતે આજરોજ શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય, રાજ્યસભા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી અમુલભાઈ ભટ્ટ (ધારાસભ્યશ્રી, મણિનગર), શ્રી વલ્લભભાઈ પટેલ (ચેરમેન, એ.એમ.ટી.એસ. કમિટી), શ્રી અસિતભાઈ વોરા (પૂર્વ મેયર) મણિનગર વોર્ડનાં કોર્પોરેટરશ્રીઓ, મ્યુ.ટ્રાન્સપોર્ટ કમિટીનાં સભ્યો, પ્રેરણા સોશિયલ ચેરિટેબલ કલબનાં ચેરમેન શ્રીમતી નિર્મલ અગ્રવાલ, કલબનાં સભ્યશ્રીઓ શ્રી એસ. એસ. ગુપ્તા, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment