બાપુનગરમાં આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલમાં થયું 18 વર્ષ પછી 2006 ની બેચના સ્ટુડન્ટસનું રીયુનિયન.....
બાપુનગરમાં આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલમાં થયું 18 વર્ષ પછી 2006 ની બેચના સ્ટુડન્ટસનું રીયુનિયન.....
16 એપ્રિલ 2023 ના રોજ બાપુનગર ખાતે આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલનું 18 વર્ષ પછી ગેટ ટુ ગેધર યોજાયું હતું. જેમાં 112 થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ તથા 81 શિક્ષકો હાજરી આપી હતી...
કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ પટેલને સરસ્વતી માતાની છબી ભેટ આપીને કરવામાં આવી હતી.. ત્યારબાદ પૂર્વ આચાર્ય શ્રી અરવિંદભાઈ તથા શ્રી જયાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના દરેક શિક્ષક શ્રીઓનું ફુલ તથા ચાંદીની મુદ્રા આપીને અભિવાદન કરેલ હતું...
દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાના ક્લાસમાં જઈને જૂની યાદો તાજી કરી હતી
પધારેલ શિક્ષકશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ સાથે ડિનર કરીને મધુર પળોને યાદગાર બનાવી હતી.
કાર્યક્રમના અંતે સૌએ ભવિષ્યમાં દર વર્ષે સહ જોડે રીયુનિયન કરવાનો પ્લાન નક્કી કરીને છુટા પડ્યા હતા.
ખુબ લાંબા સમય પછી મળેલ રીયુનિયન ખુબજ સફળ રહ્યું હતું.
Comments
Post a Comment