નોલેજ સોસાયટી ધોરાજી - "સેવ એનવાયરમેનટ "થીમ પર " ધોરાજી થી પાટણવાવ" 23 કી.મી.સાયકલ યાત્રા

"સેવ એનવાયરમેનટ "થીમ પર " ધોરાજી થી પાટણવાવ" 23 કી.મી.સાયકલ યાત્રા 

નોલેજ સોસાયટી ધોરાજી શ્રી ચન્દ્રેશકુમાર મકવાણા દ્વારા "સેવ એનવાયરમેનટ" થીમ પર " ધોરાજી થી પાટણવાવ-ઓસમ પર્વત " 23 કી.મી.સાયકલ યાત્રાનુ આયોજન કરવામા આવેલ. આ સાયકલ યાત્રામાં બાળકોથી માંડી ને ૭૪ વર્ષ સુધીના વડીલો, અધિકારીઓ, ડોક્ટર, ફૌજિ, ક્રિકેટર, પત્રકારો તેમજ બહેનો સહીત ૧૦૦ થી વધૂ પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો. વહેલી સવારે ૫ કલાકે ડે.કલેક્ટર અને સાધુ સંતોએ પર્યાવરણનો સંદેશ આપી સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવેલ. આ યાત્રામાં યુથ હોસ્ટેલ ધોરાજી ના સભ્યો એ મોટી સંખ્યામાં ભાગ લઇ તેમજ યાત્રાના રૂટમાં બે જગ્યાએ ચા-પાણીથી સ્વાગત કરી યાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રી પાટણવાવ પહોંચતા સ્થાનિક સરપંચ શ્રી પેથાણી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વાગત કરી વૄક્ષારોપણનુ આયોજન કરેલ જેમા સૌએ વૃક્ષારોપણ કરીને ભાગ લીધો હતો. આ સુંદર આયોજન શ્રી ચન્દ્રેશકુમાર મકવાણા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.










Comments