મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના ૯ મા પ્રતિષ્ઠોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ ...
અને એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સત્સંગ સંસ્કારોનું સિંચન સદાય મળી રહે તેવા ઉમદા હેતુસર બોડિદ્રા બુઝર્ગમાં ૯ વર્ષ પહેલાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. મંદિરોથી સંસ્કાર વધે છે. સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. વળી મંદિરોમાં રહેતા ભગવાનને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી જ સાંપડે છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની જરૂરિયાત છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી પૂજનીય સંતોના સાનિધ્યમાં પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા - સંતવાણી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી ગોધરા તાલુકાના શ્રી સ્વામિનારાયણ મંદિર, બોડિદ્રાબુઝર્ગના ૯ મા વાર્ષિક પાટોત્સવમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંતશ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, પંચમહાલના મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ભગવત્ભૂષણદાસજી સ્વામી, શ્રી નિખિલેશ્વરદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, શ્રી સંતભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા હરિભક્તોએ ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો તથા મહંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.
Comments
Post a Comment