મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પર્થ - ઓસ્ટ્રેલિયામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોસ્તવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર એમ્બ્લેટન, પર્થ - ઓસ્ટ્રેલિયામાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પ્રતિષ્ઠોસ્તવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ…
ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ કે જેનું મૂળ નામ "કોમનવેલ્થ ઓફ ઓસ્ટ્રેલિયા" છે, તે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનો એક ઓસ્ટ્રેલિયા ખંડનો મહદ અંશ છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું પાટનગર પર્થ છે. પશ્ચિમની રાજધાની ઓસ્ટ્રેલિયા, પર્થ "વિશ્વ પરનું સૌથી અલગ શહેર" નું બિરુદ ધરાવે છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પર્થ, બેઝવોટર શહેરના એમ્બલટન વિસ્તારમાં ઇરવીન રોડ પર આવેલું છે.
આ મહોત્સવ દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા, ભક્તિસંધ્યા, ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો તથા હરિભક્તોએ શ્રી ઘનશ્યામ મહારાજનો ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન , અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. સંપ કેળવાય, ભાતૃભાવ કેળવાય, તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યસહીત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે. મંદિરોથી સંસ્કાર વધે છે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની નિર્માણ કરે છે.વર્તમાન સમયે આખો સંસાર ત્રિવિધ તાપમાં જલિ રહ્યો છે. તેમાંથી મુક્ત થવું હોય વ્યવહાર માં ચડતો ને ચડતો દિન રાખવો હોય અને અંતરમાં અખંડ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો દરેક ભક્તોએ મંદિરમાં ચાલતી કારણ સત્સંગનો સમાગમ કરવો. ભગવાનનું ભજન જ મોક્ષ માર્ગ માટે જરૂરી છે અને હિતકારી છે. ભગવાનનું ભજન કરવા માટે જ મંદિરનો નિર્માણ કર્યા છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
-સં.શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી
Comments
Post a Comment